પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા – ઘોરખો દિયા પરિવારનો શ્રી બ્રહ્માણી માતાજીનો પગપાળા યાત્રા સંઘ નીકળ્યો..

યજમાન પરિવારના નિવાસસ્થાને માતાજી ની પુજા-આરતી કરવામાં આવી…

પાટણ તા.૧
પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા – ઘોરખોદિયા પરિવાર દ્રારા છેલ્લા ૧૨ વર્ષથી પાટણ થી વડનગર શ્રી બ્રહ્માણી માતાજી ના પગપાળા યાત્રા સંઘ નું આયોજન ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ ઉપરોક્ત પરિવારનો દ્વારા શ્રાવણ સુદ આઠમ શુક્રવારના પવિત્ર દિવસે શહેરના જીવનધારા સોસાયટીમાં રહેતા પદયાત્રા સંઘના યજમાન મનસુખભાઈ રણછોડદાસ પ્રજાપતિ પરિવારના નિવાસ્થાનેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પાટણ થી વડનગર સુધીનો શ્રી બ્રહ્માણી માતા નો પગપાળા યાત્રા સંઘ માતાજી ના જય જયકાર વચ્ચે પ્રસ્થાન પામ્યો હતો. પદયાત્રા સંઘના પ્રસ્થાન પૂર્વે યજમાન પરિવારના નિવાસ્થાને માતાજીનું શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે પુજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે યજમાન પરિવારના મનસુખભાઈ રણછોડદાસ પ્રજાપતિ અને તેમના સુપુત્રો યોગેશભાઈ, જયેશભાઈ,ચેતનભાઈ સહિત સમાજના ધર્મપ્રેમી લોકો સાથે સોસાયટી ના ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


માતાજીની પૂજન વિધિ બાદ પદયાત્રા સંધ માતાજીના જયઘોષ સાથે વડનગર જવા પ્રસ્થાન પામ્યો હતો.
આ પગપાળા સંઘ શનિવારે વડનગર પહોચશે અને માતાજીના મંદિર શિખર પર ધજા દંડ ચડાવી માતાજીના સાનિધ્યમાં હવન-યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે. છેલ્લા ૧૨ વર્ષથી યોજાતાં આ પદયાત્રા સંધ ને સફળ બનાવવા પરિવાર ના સભ્યો સહિત સમાજના સેવાભાવી યુવાનો, વડીલો દ્રારા સુંદર આયોજન કરવામાં આવતું હોવાનું પદયાત્રા મા જોડાનાર પદયાત્રીઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here