પાટણની બહેરા મૂંગા શાળા ખાતે પ્રવેશોત્સવ,ગણવેશ વિતરણ તથા રક્ષાબંધન એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૭
શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાર.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.નરેન્દ્રસિંહ ચાવડાના વરદહસ્તે બધિર બાળકોને પ્રવેશ કરાવી દાતા-શાળા શુભેચ્છક ભીખાભાઈ કોટક તથા મુકેશભાઈ મહેતાના હસ્તે નવિન બાળકોને સ્કૂલ બેગ,શૈક્ષણિક કીટ તથા સંસ્થાના તમામ દિવ્યાંગ ને ગણવેશ અર્પણ સાથે બધિર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.


આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રભુભાઈ ચૌધરી,બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા,
ડૉ.ધનરાજભાઈ ઠક્કર,બી.આર.સી મીનાબેન તથા સી.આર.સી.હરેશભાઈ દરજી ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં બધિર બાળકો એ તેમની ઈશારા ની ભાષામાં પ્રાર્થના કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈ એ મહેમાનો નો પરિચય આપી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું.વહીવટી અધિકારી ઉષાબેન બુચે સંસ્થાનો વિગતે પરિચય આપેલ.જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી ચાવડા એ સંસ્થાની કામગીરી વખાણી દિવ્યાંગ એવાં બધિર બાળકો ની શક્તિ ને બિરદાવી હરહંમેશ તેમને મદદરૂપ થવા ખાત્રી આપી હતી. પ્રવેશોત્સવ, ગણવેશ વિતરણ સાથે સાથે સદીઓથી મનાવવામાં આવતા રક્ષાબંધન પર્વનો અનેરો મહિમા છે ત્યારે આ તહેવારનું મહત્વ બાળકો સમજે તે હેતુથી બ્રહ્માકુમારી સંસ્થા,બહેરા મૂંગા શાળા અને શેઠ એમ.એન.હાઇસ્કુલ ત્રણે સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી સંસ્થા પાટણના પૂજ્ય નીતાદીદી દ્વારા તમામને કુમકુમ તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શેઠએમ.એન.હાઇસ્કૂલની બહેનો દ્વારા બધિર એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી એકબીજાને મીઠાઈ ખવડાવી ભેટ આપી ખુશખુશાલથી તહેવારની અનોખી ઉજવણી કરી હતી.
શેઠએમ.એન.હાઇસ્કૂલના આચાર્ય ડૉ.ધનરાજભાઈ ઠક્કરે રક્ષાબંધન તહેવાર ની શુભેચ્છાઓ પાઠવી બહેરા મૂંગા શાળાના બધિર વિદ્યાર્થીઓ અને હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિઓની સરાહના કરી.આ પ્રસંગને સફળ બનાવવા બહેરા મૂંગા શાળાના સહમંત્રી ડૉ.કુસુમબેન ચંદારાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે,મૂકબધિર યુવક મંડળે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આભારવિધિ શાળાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી
એ કરી દાતાઓ ને બિરદાવ્યા હતા.કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન તથા સાઈન લેંગ્વેજથી વાત બધિર બાળકો સુધી પહોંચાડવાનું કાર્ય શાળાના શિક્ષિકા વર્ષાબેન જોષી એ નિભાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here