
પાટણ તા. ૮
ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વના પૂર્વ દિવસે પાટણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પાટણ એ ડિવિઝન,બી ડિવિઝન અને જિલ્લા પોલીસવડા
ની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ રક્ષાબંધન કાર્યક્રમ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત મહિલા મોરચાની બહેનોએ પોલીસ કર્મચારી ભાઈઓને કુમકુમ તિલક કરી મીઠું કરાવી રક્ષા બાંધી તેઓના તંદુરસ્ત આરોગ્યની કામનાઓ પાઠવતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ એ પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.




