

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ આયોજિત ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ના ભાગરૂપે વડોદરામાં ‘સંસ્કૃત સન્માન યાત્રા’ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી નીકળી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં સંસ્કૃત પ્રેમીઓ જોડાયા હત. યાત્રામાં બેન્ડ સાથે વાજતે ગાજતે, ચાર વેદો, સંસ્કૃત ભાષાને લગતા વિવિધ ટેબલો, બેનરો અને સંસ્કૃત સાહિત્યને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ સંસ્કૃત ભાષામાં વક્તવ્ય આપ્યું હતું. આ મહોત્સવ’ 12 તારીખ સુધી ચાલશે. મનીષ જોષી “મૌન”ની તસવીર



