કેન્દ્રિય વિદ્યાલય ની સાંસ્કૃતિક સ્પર્ધામાં પાટણની દીયા પ્રજાપતિએ સમાજનું ગૌરવ વધાર્યું…

પાટણ તા. ૨૧
મહેસાણા ઓએનજીસી. કેન્દ્રિય વિદ્યાલય ખાતે ગતરોજ યોજાયેલ સાંસ્કૃતિક ગીત સંગીત સ્પર્ધા મા પાટણ કેન્દ્રિય વિદ્યાલય ની ટીમ પ્રથમ નંબરે આવી જેમા પાટણ ના સામાન્ય પરિવાર ની દિયા મનોજ કુમાર પ્રજાપતિ એ પણ ભાગ લઈ સમાજને ગૌરવ અપાવ્યું છે.
આ અગાઉ ગાંધીનગર ખાતે પણ આ ટીમે ભાગ લઈ સિધ્ધી મેળવી મહેસાણા ખાતે ભાગ લેતા તેમની ટીમ ને પ્રથમ નંબર પ્રાપ્ત થતા હવે આગામી દિવસોમા અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાએ આ ટીમ ભાગ લેશે.
કુમારી દિયા પ્રજાપતિ ની આ સિધ્ધીને લઈ તેઓએ પાટણ પ્રજાપતિ સમાજ અને પાટણ શહેર નુ ગૌરવ વધારેલ છે આવનાર ભવિષ્ય માટે દીયા ખૂબ પ્રગતિ કરે તેવી સમાજે શુભેચ્છાઓ પાઠવી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here