પાટણ તા. ૨૧
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણીક ભીડભંજન હનુમાનજી મંદિરમાં એક મહિના પહેલા થયેલ ચોરી ની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી ન હોય જેને લઈને ગુરૂવારે ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનમાં પહોચેલા ભીડભંજન હનુમાનજી મંદિર ના ટ્રસ્ટી સામે પોલીસ દ્વારા ગેર વર્તન કરી તેઓનું અપમાન કરી ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડતા ભીડભંજન હનુમાન મંદિર ના સેવકો મા પોલીસ પ્રત્યે રોષ સાથે નારાજગી જોવા મળી હતી.
ભીડભંજન હનુમાન મંદિર ના સેવકો એ વારાહી પોલીસ સામે મંદિર ચોરી ની ધટનાને એક માસ ઉપરનો સમય વિતવા છતાં પણ ફરિયાદ ન નોધવા સામે વિરોધ પ્રદર્શન કરી પોલીસ ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.



