પાટણ તા. ૨૬
ચંદ્રુમાણા ગામે ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે શ્રી રામદેવપીર નો ઉત્સવ અને પાટપૂજન સાથે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કચ્છના પૂજ્ય હીરાબા કે જેઓ ઘણા વર્ષોથી અન્નનો એક પણ દાણો જમતા નથી તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ના સંત વાણી ના ગાયક ઈશ્વર ભાલાણી અને સાજીંદાઓ એ ભજન ની મોડી રાત સુધી રમઝટ બોલાવી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન પાર્થિવ શીવ પૂજન મહોત્સવ રાત્રે 12 વાગે પૂજ્ય કંચનબા ના સાનિધ્યમાં પૂજ્ય મહેન્દ્ર ભાઈ નો સત્સંગ અને ભક્તજનો ના સંતવાણી નો દોર ચાલ્યો હતો.
પૂર્વ માહિતી અધિકારી ભરતભાઈ રાવલ,જનક ભાઈ રાવલ.વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક વિભાગ પ્રાંત ટોલી ના નીતિનભાઈ વ્યાસ,પાટણના જાણીતા વકીલ સુરેશ
ભાઈ,દિલીપભાઈ તેમજ આજુબાજુના જમણપુર. પીલુવાડા,કુરેજા,અડિયા.તંબોળિયા વગેરે ગામોથી ભકતો એ ઉપસ્થિત રહી બીજ ના ધાર્મિક પ્રસંગને સફળ બનાવ્યો હતો.



