પાટણ સિધ્ધહેમ સેવા ગૃપ દ્રારા ૧૯ મા વર્ષે સ્વચ્છતા અને અંગદાન જાગૃતિ અભિયાન સાથે પદયાત્રી માટે સેવા કેમ્પ કરાશે..

ભાદરવી પુનમે અંબાજી આવતાં પદયાત્રીઓને બે ટાઈમ ગુજરાતી ભોજન અને લાઈવ ખમણ ની સેવા અપાશે…

પાટણ તા. ૨૮
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. ત્યારે પાટણ શહેરમાં આજથી ૧૮ વષૅ પૂર્વે ભાદરવી પૂનમ ઉપર જગત જનની જગદંબા ના આશિર્વાદ મેળવવા આવતાં લાખ્ખો પદયાત્રીઓની નિસ્વાર્થ સેવા કરવાના ઉદેશ સાથે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, તે સમયના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી, શંકરભાઈ ચૌધરી,કે.સી. પટેલ સહિતના રાજકીય આગેવાનોની પ્રેરણા થી સિધ્ધહેમ સેવા ગૃપ ની સ્થાપના કરવામાં આવી હતી.


ત્યારે ચાલુ સાલે ૧૯ મા વર્ષે પણ પદયાત્રીઓની સેવા માટે મા અંબાજી ના મંદિર સમીપ સિધ્ધહેમ સેવા ગૃપ દ્રારા સેવા કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું સિધ્ધહેમ સેવા ગૃપના સેવક સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું હતું.
સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે પદયાત્રીઓને બે ટાઈમ ગરમાં-ગરમ ગુજરાતી ભોજન સાથે ૨૪ કલાક લાઇવ ખમણ ની સેવા પૂરી પાડવામાં આવનાર છે. આ સેવાકીય પ્રવૃતિની સાથે સાથે પદયાત્રીઓને ફિઝીયોથેરાપી ની સેવા અને પદયાત્રીઓ માના ગુણગાન ગાઈ શકે તે માટે ગુજરાત ના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિમય ગીત-સંગીતના કાર્યક્રમ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સિધ્ધહેમ સેવા ગૃપ દ્રારા પદયાત્રીઓની સેવા વચ્ચે સ્વચ્છતા અભિયાન અને અંગદાન જાગૃતિ અભિયાન ને પ્રાધાન્ય આપી લોકો સ્વચ્છતા અને અંગદાન બાબતે જાગૃત બને તેવા શુભ પ્રયાસ પણ કરવામાં આવનાર હોવાનું સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું હતું.
હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે આયોજિત કરવામાં આવનાર સેવા કેમ્પ ની તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here