પાટણની નિલકમલ સોસાયટીમા પ્રથમ વર્ષે ધામધૂમ પૂર્વક ગણેશ મહોત્સવ ઉજવાયો…

નીલકમલ સોસાયટીના સ્થાનિક રહીશોએ ભાવપૂર્વક ગણપતિ દાદાની મૂર્તિનું કર્યું વિસર્જન.

ગણેશ ચતુર્થીના પવન પર્વને લઈને પાટણ શહેરમાં ઠેર ઠેર મહોલ્લા પોળ તેમજ વિવિધ સોસાયટીઓમા ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપના કરાયું છે ત્યારે પાટણ શહેરના કાળકા મંદિર માર્ગ પર આવેલી નિલકમલ સોસાયટીમા સ્થાનિક રહીશો દ્રારા પ્રથમ વર્ષે દુધાળા ભક્તોના દુઃખ હરનારા ગણપતિ મહોત્સ્વ નું પાંચ દિવસ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને નીલકમલ સોસાયટીના સ્થાનિક રહીશોએ સાથે મળીને ગણપતિ દાદાની આરતી સેવા પૂજા અર્ચના અને ગણપતિ દાદાને પાંચ દીવસ સુધી અલગ અલગ પ્રસાદ ચડવાયો હતો તેમજ ગણપતિ દાદાની પાંચ દિવસ વિવિધ થીમો પણ બદલવામાં આવી હતી અને આ થિમોએ નિલકમલ સોસાયટીમાં ગણેશ મહોત્સવનું આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

આજે પાટણની નિલકમલ સોસાયટીમાં ગણપતિ દાદાના ઉત્સવને પાંચ દિવસ પુરા થયા છે ત્યારે હવે આજે સ્થાનિક સહીશો દ્રારા ધામ ધૂમ પૂર્વક વાજતે ગાજતે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમ્યાન નિલકમલ સોસાયટી ગણપતિ દાદા મોરયા ઊંચ વર્ષી લોકરીયા ના નાદથી નિલ કમલ સોસાયટી ગુંજી ઉઠી હતી…………..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here