ડેર ગામે સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતો ની વિજ સમસ્યાનું નિરાકરણ લવાતાં ખુશી વ્યક્ત કરી..

પાટણ તા. ૩
ડેર ગામની સીમમાં આવેલ ખેતરોમાં વસવાટ કરતા લોકો નો વિજ પુરવઠો બંધ રહેતા વિસ્તારના લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા જે બાબતની તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્રારા ugvcl ને જાણ કરતા તેઓ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી વિસ્તારના લોકો ની સમસ્યાનું નિરાકરણ લવાતા હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી.
પાટણ તાલુકાના ડેર ગામે ખેતર વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો ને બોરની લાઈનમાં ૧૫ થી ૨૦ મીટર આપેલા હોવા છતાં છેલ્લા બે દિવસથી રાત અને દિવસ વીજળી આવતી ના હોવાથી વિસ્તાર ના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા હતા જે બાબતે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર ને ટેલીફોનીક રજુઆત કરતા તેઓએ નાયબ ઈજનેર UGVCL પાટણ ને રજૂઆત કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવતાં અંડર ગ્રાઉન્ડ કેબલ ફાયર થયેલ હોવાનું ધ્યાનમાં આવતાં તેનું સમારકામ કરી વિજ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here