પ્રમુખ,સીઓ સહિત વિસ્તારના નગરસેવકોએ સમસ્યાના યોગ્ય નિરાકરણ માટે હૈયાધારણા આપી..
પાટણ તા. ૯
શ્રી પદ્મનાભ મંદિર માગૅ પર ચોમાસામાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે મંગળવારે પાલિકા પ્રમુખ,સીઓ અને વિસ્તારના નગરસેવકોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ દ્રારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી સહિત નાઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ એવા શ્રી પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલું છે. જે મંદિર માં દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.ત્યારે દર ચોમાસા દરમ્યાન આ માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાવવાના કારણે દર્શનાર્થીઓને તેમજ માર્ગ પરથી પસાર થતાં અન્ય રાહદારીઓ તથા વાહન ચાલકોને પરેશાની ભોગવ
વી પડે છે. ત્યારે ઉપરોક્ત માર્ગમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા આ વિસ્તારમાં સ્ટ્રોમ વોટરની સેવા તાત્કાલિક ઉપલબ્ધ બનાવી તથા પદ્મનાભ ચાર રસ્તાથી પદ્મનાભ સ્મશાન તરફ જવાના રોડ રસ્તાને ડીવાઈડર વાળો પહોળો કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજુઆત કરી છે.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી સહિત ના ટ્રસ્ટીઓ દ્ધારા કરવામાં આવેલ લેખિત રજૂઆત ને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ,સીઓ અને વિસ્તાર ના નગરસેવકો એ સમસ્યા નું નિરાકરણ લાવી આપવા હૈયાધારણા આપી હતી.
શ્રી પદ્મનાભ મંદિર માગૅ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ની લેખિત રજુઆત સમયે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ સાથે સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ.




