જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો..
પાટણ તા.૧૦
પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. જેમાં રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પાટણ જિલ્લામાં સાંતલપુર અને રાધનપુરમાં ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા.
બુધવારે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ રાધનપુર અને સાંતલપુર ૧૧૮ ગામો પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે જ્યારે બાકીના ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ.




