પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને મુખ્યમંત્રી ને રજૂઆત કરી..
પાટણ તા.૧૧
ગુજરાત રાજ્ય માં આઉટ સોર્સિંગ કરાર આધારિત માં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ ને મેટરનીટી લીવ રજાનો પગાર આપવા ગુજરાત રાજય મુલ્કી સેવા નિયમો૨૦૦૨ તથા વખ ઠરાવો નુંસાર ની જોગવાઈ મુજબ તમામ ખાતાના સ્ત્રી કર્મચારીઓ ને (કરાર આધારિત ફિક્સ પગારદાર સહિત)નિયમ ૬૯ અંતર્ગત ૧૮૦ દિવસ સ્ત્રી કર્મચારી રજા અરજી કરે તારીખ અથવા પ્રસૃતિ તારીખ બે માંથી જે વહેલું હોય તે તારીખ થી રજા શરૂ થયેલ ગણાસે જે સ્ત્રી કર્મચારીને બે કરતા વધુ જીવાત હયાત બાળકો ન હોય તેની આ રજા મળવાપાત્ર છે સળંગ નોકરી એક વર્ષ થી વધુ અને બે વર્ષ થી ઓછી નોકરી વાળા ને ૧૮૦ દિવસ સુધી પગારના દરે પગાર મળવા પાત્ર છે.જે ઠરાવ નો અમલ કરાવવા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા ઈમેલ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




