પાટણ નગરમાં નવરાત્રી પર્વનો યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ..

કાપડ બજારમાં રંગબેરંગી અને અનેક વેરાયટી માં ચણીયાચોળીઓની ભરમાર..

નવરાત્રી ને અનુરૂપ યુવક યુવતીઓ વિવિધ વેરાયટીની ખરીદી કરતા જોવા મળ્યા…

પાટણ તા.૧૯
નવરાત્રી પર્વને લઇને પાટણ શહેરના યુવા હૈયાઓમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે.તો શહેરના કાપડ બજારમાં અવનવી ડિઝાઈનવાળી રંગબેરંગી ચણીયાચોળી ઓની હારમાળા સજૉઈ છે.
યુવક- યુવતીઓ ગરબા માટે સજ્જ થવા નવરાત્રી ને અનુરૂપ વિવિધ પ્રકારની વસ્તુઓ ની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.તો યુવતીઓ રંગબેરંગી વિવિધ પ્રકારની ચણીયા
ચોળીની ખરીદી કરતી જોવા મળી હતી.
ચાલુ વર્ષે ટ્રેડિશનલ ડ્રેસ, ગામઠી ચણિયાચોળી, રાજસ્થાની ભરતકામ અને લેસવાળી ચણીયાચોળીઓ તેમજ સાદી ચણીયાચોળીઓની વધુ માંગ જોવા મળી રહી છે. બજારમાં બાળકો,યુવાનો – યુવતીઓ માટે રૂ.300 થી લઈને રૂ.5000 સુધી
ની અદ્યતન વર્કવાળી ચણિયાચોળીઓ અને કેડિયા ઉપલબ્ધ બનાવાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવોમાં નજીવો વધારો જોવા મળ્યો છે. નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી હોવાથી ખરીદીનો માહોલ જામ્યો હોવાનું કાપડ બજારના વેપારીઓએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here