નોરતાધામ ના સંત શ્રી દોલતરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ધામડી અન્નક્ષેત્ર આશ્રમખાતે વૃંદાવન કાર્યક્રમ નો ૧૯૭ મો શનિવાર ઉજવાયો..

પ. પૂ. સંત શ્રી દોલતરામ બાપુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભકતો ને ધમૅ જ્ઞાન પીરસી આશિર્વાદ પાઠવ્યા…

પાટણ તા. ૩૦
ઐતિહાસિક નગરી પાટણ સમીપ આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ નોરતા ના સંત શ્રી દોલતરામ મહારાજ ની કૃપાથી ધામડી ખાતેના અન્નક્ષેત્ર આશ્રમ સેવા ટ્રસ્ટ માં વડીલો નો વૃંદાવન કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમની શરૂઆત સ્વ.પટેલ જયંતીભાઈ વી.પાટીદાર દ્રારા કરવામાં આવી હતી.
આ વૃંદાવન કાર્યક્રમ નો આસો સુદ પાંચમ ને નવરાત્રી ની પવિત્ર પાચમે ૧૯૭ મો શનિવાર ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નોરતા ધામના સંત પ. પૂ. શ્રી દોલતરામ બાપુએ ખાસ ઉપસ્થિત રહી ભકતોને ધમૅ જ્ઞાન
પિરસી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.
આસો સુદ પાચમ ના પવિત્ર દિવસે સવારે ૯ થી ૧૨ ના સમયે આયોજિત આ ધામિર્ક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ઉપસ્થિત રહી ભકિતરસ નો લાભ લઈ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
ભોજન પ્રસાદ ના દાતા ગામ-ઉડવા (ખેડબ્રહ્મા)ના
મણીરામ મહારાજે લહાવો લીધો હોય સૌએ. દાતાશ્રી ના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here