પાટણ નગર દેવી કાલીકા માતાજીના સાનિધ્યમાં દુગૉષ્ટમી પવૅની ઉજવણી કરવામાં આવી..

હવન સહિત ના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યાં…

પાટણ તા. ૩૦
શહેરના ઐતિહાસિક પ્રાચીન નગરદેવી કાલિકા માતાના મંદિર પરીસર ખાતે દુર્ગાષ્ટમીની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાલિકા માતાજી સહિત અન્ય દેવી દેવતાઓને વિવિધ ફલોની આંગી સહિત વસ્ત્ર અલંકારથી સુશોભીત કરવામાં આવ્યા હતા.
આઠમ નિમિત્તે માતાજીના સાનિધ્યમાં હવન યોજાયો હતો જેમા યજમાન પદે મિલિન્દ દર્શક ભાઈ ત્રિવેદી અને દેવ્યાનીબેન રાજગોરે બીરાજમાન થઈ ડો.અમિત ઓઝા સહિતના ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની પૂજા વિધી કરી હતી. નગર દેવી કાલીકા માતાજી મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી હવન ના દર્શન – પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here