પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શંખેશ્વરમાં મુનિશ્રી નયશેખરજીનાઆશીર્વાદ માટે પધાર્યા.

જાનના જોખમે પણ ડયુટી નિભાવનાર જવામર્દોને અભિનંદન :પૂ.નયશેખરજી મહારાજ…

પાટણ તા. ૩૦
શંખેશ્વરમાં શ્રી જહાજ મંદિર એન્કારવાલા ધામે ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂજય મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ, પૂજય મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબના દર્શનાર્થે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈ સહિતના પોલીસ અધિકારીઓએ દર્શન-વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે મુનિશ્રીએ વાસક્ષેપ-રક્ષાપોટલી બાંધી રૂડા આશીર્વાદ આપ્યા હતાં.ત્યારબાદ શ્રી હિતશિક્ષા છત્રીસી પુસ્તક અને શ્રીયંત અર્પણ કરતા મુનિરાજ નયશેખર મહારાજાએ જણાવેલ કે જાનના જોખમે ડયુટી નિભાવનાર જવામર્દોને અભિનંદન.
નમસ્તે સદા વત્સલે માતૃ ભૂમે: માતૃભૂમી ની સુરક્ષા માટે જ્યારે પોલીસ વડાઓ જાનની પરવા કર્યા વિના પણ આપણી સુરક્ષા માટે ચોવીસ કલાક ડ્યુટી પર ફરજ બજાવતા જોવા મળે છે.ત્યારે ખરેખર આ પણ એક પ્રકારની આકરી કઠોર તપશ્ચર્યાજ છે.આ પ્રસંગે હારીજ તાલુકાના પ્રભારી યુવા નેતા કૌશલભાઈ જોષી પણ ઉપસ્થિત રહેલ સાથે શ્રી પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટ અને પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિલક સાલ અને માળા દ્વારા બહુમાન કરવામાં આવેલ.ત્યારબાદ જહાજ મંદિર મધ્યે શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુ અને દાદા ગુરુદેવ એવાં દેવી-દેવતાઓના દર્શન-વંદન કરી જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓએ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here