સતલાસણા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર (૦૪) માસથી નાસતા ફરતા ગેજેટેડ આરોપીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી

મે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ,(IPS) ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓના તથા મે. પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ, (IPS) નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના કરેલ. જે અંગે એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી.એન.આર. વાઘેલા નાઓ તથા પો.સ.ઈશ્રી એમ.બી.સિંધવ તથા પો.સ.ઇશ્રી એ.એમ.રાઠોડ એસ.ઓ.જી મહેસાણા નાઓને સુચના કરેલ. જે અન્વયે હે કો હિતેન્દ્રસિંહ તથા પો.કો વિશ્વનાથસિંહ તથા પો.કો મહાવિરસિંહ તથા દિગ્વિજયસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન વાવ ગામે પાસે આવતા હ્યુમન સોર્સીસ આધારે પો.કો. વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ તથા મહાવિરસિંહ અનોપસિંહ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સતલાસણા પો.સ્ટે પાર્ટ-સી ગુ.ર.નં. ૧૧૨૦૬૦૬૨૨૫૦૨૩૮ /૨૦૨૫ પ્રોહિ ક ૬૫.(એ) (ઇ) ૧૧૬(બી) ૮૧.૮૩.૯૮(૨) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી હરપાલસિંહ નાથુસિંહ ઝાલા ઉ.વ-૧૯ રહે. મહેસાણા તાલુકો, જીલ્લો-મહેસાણાવાળો હાલમાં વાવ થી ડભોડા જતા રોડ ઉપર હાજર છે. જેને બદનમાં સફેદ કરલનો સર્ટ તથા નીચે બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે. તેવી બાતમી મળતા જેથી તાત્કાલિક ઉપરોક્ત પોલીસ સ્ટાફના માણસો સાથે ખા.વા.માં ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ જતાં હકીકત વાળી જગ્યાએ ઉપરોક્ત વર્ણનનો ઇસમ હાજર મળતાં જેને કોર્ડન કરી પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી અટક કરી આગળની કાર્યવાહી સારૂ સતલાસણા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here