મંદિર ખાતે થી જયોત સ્વરૂપેની રવાડી નિકળી, ભગવાનની પલ્લી ભરી નવનિયુક્ત મહંત ને આવકાર્યા..


પાટણ તા. ૧
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે દશમને બુધવારના પવિત્ર દિવસે ત્રિવિધ પ્રસંગોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાન ના સાનિધ્યમાં આયોજિત આ ત્રિવિધ પ્રસંગનો પ્રારંભ સવારે ૮ કલાકે શ્રી પદ્મનાભ ભગવાનની જયોત સ્વરૂપે નિકળતી રવાડી થી કરવામાં આવ્યો હતો.જે રવાડી પદ્મનાભ ભગવાન મંદિર થી પ્રસ્થાન પામી શ્રી ગણપતિજી ના કયારે વાણી-કીર્તન સાથે સંપન્ન બની હતી.
ત્યારબાદ સવારે ૧૦-૩૦ કલાકે ચાર થડાના મહંતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભકતોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી પદ્મનાભ ભગવાન ની પલ્લી ભરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ,રમેશભાઈ સ્વામી, ભગવાનભાઈ સ્વામી સહિત સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ સ્વામી અને શ્રી પદ્મનાભ મંદિર વિકાસ સમિતિના સભ્યો સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.
ત્યારબાદ શ્રી પદ્મનાભ મંદિરના ટીબાવાસ થડા માંથી મહંત તરીકે નિયુક્ત કરવામાં આવેલ સ્વામી ઈશ્વરભાઈ હરગોવિંદ
દાસ ને વિધિ વત રીતે મહંત તરીકે આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
દશમના પવિત્ર દિવસે આયોજિત આ ત્રિવિધ પ્રસંગોને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિરના ટ્રસ્ટીગણ તેમજ શ્રી પદ્મનાભ સેવા સમિતિના તમામ સેવાભાવી સભ્યો સાથે પ્રજાપતિ સમાજના પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




