
પાટણના બેબાભાઈ શેઠ અને નગરસેવક મનોજભાઈ પટેલે બાળાઓના પગ પખાળી પૂજાવિધિ કરી…


પાટણ તા. ૧
પાટણ ભગીની સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જગત જનની જગદંબાની આરાધના ના પવિત્ર પર્વ એવા નવરાત્રી મહોત્સવની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
ભગીની સમાજના પ્રમુખ- મંત્રી અને કારોબારી સભ્યો સહિતની બહેનો દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ પણ કેમ્પસના ચાચર ચોકમાં માતાજીની પ્રતિમાનું સ્થાપના કરી દરરોજ સાંજે ૩-૩૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન માતાજી ની સમૂહ આરતી કરી સૌએ રાસ ગરબા ની રમઝટ જમાવી માતાજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
ભગિની સમાજ ખાતે આયોજિત કરાયેલા નવરાત્રીના પવિત્ર પ્રસંગને માતાજીની આરાધના સાથે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આસો શુદ દશમને બુધવારના રોજ ભગિની સમાજ દ્વારા ૨૧ જેટલી નાની કુમારીકા બાળાઓના પૂજન સાથે ભોજન પ્રસાદ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણના જાણીતા બિલ્ડર અને સમાજ સેવક બેબાભાઈ શેઠ અને આ વિસ્તારના નગરસેવક મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી નાની બાળાઓના પગ પખાળી કુમારિકાઓ ની પૂજન વિધિ કરી હતી.
આ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા તરીકે નો લ્હાવો હારીજના સેવાભાવી અગ્રણી જનકભાઈ ઠકકરે પ્રાપ્ત કર્યો હતો જયારે મહિલા અને બાળ વિકાસ અધિકારી મેધા
બેન ગોસ્વામી તરફથી દરેક બાલીકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ભગીની સમાજ ખાતે આયોજિત આ પવિત્ર પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ વાલીબેન પટેલ, મંત્રી ડો.લીલાબેન સ્વામી, ખજાનચી જાગૃતિબેન પ્રજાપતિ સહિતની ભગીની સમાજની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




