પાટણ તા. ૧૦
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવતા ગતરોજ પાટણ જિલ્લાના હારીજ એસ.ટી. ડેપો ખાતે ભારતીય મઝદૂર સંઘ (BMS) ની ટીમ દ્વારા તેઓને કુલહાર પહેરાવી, સાલ ઓઢાડીને મોં મીંઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન નો સ્વીકાર કરતાં દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે હતું કે હારીજ ડેપોમાં જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું ખડે પગે હાજર રહીશ. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા ચાલી રહેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિસુધી પહોંચે એ માટે સૌએમળીને કાર્ય કરવું જોઇએ તેમ જણાવી શ્રમિક વર્ગના હિતો, કલ્યાણ અને રોજગાર સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રમિક વર્ગના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વધુ અસરકારક નીતિઓ અમલમાં મુકવા માટે પ્રયત્નશીલ રહેશે.અંતમાં તેમણે કહ્યું કે બીએમએસ પરિવાર મારું પોતાનો પરિવાર છે. રાષ્ટ્ર સેવા, ત્યાગ, તપસ્યા અને બલિદાન આપનાર આ સંગઠન સાથે હું હંમેશ જોડાયેલો રહીશ.
આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે BMS ના હોદ્દેદારો વિપુલભાઈ જોશી, હરેશભાઇ પરમાર, અલ્કેશ દવે, ભાઈલાલ ઠાકોર, ઉપેન્દ્ર દવે, રામકૃષ્ણ વ્યાસ, જગદીશ રાવળ સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



