કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી નામના મેળવનાર પાટણની અદ્યતન સુવિધાયુકત સબરીમાલા હોસ્પિટલનો સોમવારથી શુભારંભ થશે

દવાખાનાની નગરી તરીકે આગવું નામ ધરાવતા પાટણ શહેરમાં ટૂંક સમયમાં ૧૨૫ બેડની અધ્યતન અને સુપર સ્પેશિયાલિટી શબરીમાલા હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આગામી સોમવારથી એમડી સહિત ૧૦ નિષ્ણાંત ડોકટરોની ટીમ સાથે પાટણ સહિત સમગ્ર જિલ્લાના લોકોને સામાન્ય ચાર્જમાં આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે સબરીમાલા હોસ્પિટલ સજ્જ બની છે. ૧૨૫ બેડથી હોસ્પિટલ નો શુભારંભ કરાયા બાદ આગામી સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની સુવિધા સાથે ૩૦૦ બેડ સુધીની સગવડ વિસ્તારાશે. પાટણ શહેરના સિધ્ધપુર ચાર રસ્તા ખાતે સરદાર કોમ્પલેક્ષમાં કાર્યરત સબરીમાલા હોસ્પિટલની આરોગ્ય સેવાઓના શુભારંભ બાબતે માહિતી આપતા હોસ્પિટલના ડાયરેક્ટર પાર્થ પટેલે જણાવ્યું કે આગામી સોમવારથી પાટણમાં ૧૨૫ બેડ સાથેની અધ્યતન સુવિધાયુક્ત મલ્ટી સ્પેશ્યાલિસ્ટ સબરીમાલા હોસ્પિટલનો શુભારંભ થઈ રહ્યો છે.

હોસ્પિટલના પ્રારંભે ૧૫ વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા એમબીબીએસ, એમડી મેડિસિન ડો. પ્રદીપ મકવાણા નિયમિત સેવાઓ આપનાર છે.આ ઉપરાંત એમબીબીએસ ડીએનબી ડો. રિદ્ધિ અગ્રાવત ફેમિલી મેડિસિન ઉપરાંત ચાર મેડિકલ ઓફિસરો, બે ફિઝિયોથેરાપિસ્ટ અને બે આઈસીયુ સાથે હવેથી નિયમિત રીતે ઓપીડી અને ઇમરજન્સીની સેવાઓ ઉપલબ્ધ થશે.

કોરોના સમયે પાટણમાં ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડીને આગવી ઓળખ ઉભી કરનાર સબરીમાલા હોસ્પિટલ લોકોની સેવામાં ફરી શરૂ થઈ રહી છે. જેમાં શુભારંભ સમયે ૧૦ ડોક્ટરોની ટીમ ઉપરાંત ટૂંક સમયમાં ઝાયડસ હોસ્પિટલના ૨૦ જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો નિયમિત સેવા આપશે, જેમાં ક્રમશઃ ગાયનેક

ઓર્થોપેડિક, આઈ, સ્કિન, ડેન્ટલ સહિતના વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ કરાશે.

આ ઉપરાંત શરૂઆતના તબક્કામાં ૧૨૫ બેડથી હોસ્પિટલ નો શુભારંભ કરાયા બાદ આગામી સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સુવિધા સાથે 300 બેડ સુધીની હોસ્પિટલની સગવડ વિસ્તારીને લોકોને પાટણમાં ઘર આંગણે નજીવા ચાર્જમાં સારામાં સારી આરોગ્ય સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું હોવાનું પાર્થ પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here