પાટણ શહેરના ચતુર્ભુજબાગ નજીકની જ્વેલર્સની દુકાનમાં થઈ ચોરી

48 હજારની કિંમતની સોનાની વીંટી ચોરાઈ

ખરીદીના બહાને આવેલા ગ્રાહકે સિફતપૂર્વક ચોરી કરી, ઘટના CCTVમાં કેદ.

પાટણ શહેરના ચતુર્ભુજબાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી 48 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી થઈ છે. ખરીદીના બહાને દુકાનમાં આવેલા એક સ્ત્રી અને પુરુષે સિફતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

સાગોડિયાના રહીશ દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 7 ઓક્ટોબર, 2025ના રોજ સાંજના સમયે એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યો પુરુષ ગ્રાહક તરીકે દુકાને આવ્યા હતા. તેઓએ ગિફ્ટ આપવા માટે સોનાની વીંટી ખરીદવાની વાત કરી હતી.

દુકાનદાર પાસેથી અલગ-અલગ વીંટીઓ બતાવવા જણાવ્યું હતું. દુકાનદારે તેમને ઘણી વીંટીઓ બતાવી હતી. લગભગ અડધો કલાક સુધી તેઓ દુકાનમાં બેસીને વીંટીઓ જોતા રહ્યા હતા. ત્યારબાદ બંનેએ દુકાનદારને ફોટો મોકલીને તેવી વીંટી બનાવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયા હતા. તેમના ગયા બાદ દુકાનદારે દાગીનાના સ્ટોકની ગણતરી કરતા એક વીંટી ઓછી હોવાનું માલુમ પડ્યું હતું.

આથી તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, વીંટીઓ જોતી વખતે પુરુષે એક સોનાની વીંટી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. ચોરાયેલી વીંટીનું વજન 3.540 ગ્રામ છે અને તેની કિંમત આશરે 48 હજાર રૂપિયા આંકવામાં આવી છે. દુકાનદારે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઈ પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here