વડાલી ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાં થયેલી તાજેતરની ચોરીની ઘટનાનું ત્વરિત અને અસરકારક ડિટેક્શન કરવા બદલ સાબરકાંઠાના જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલ (IPS) ને સોલાર પ્લાન્ટના માલિક તથા રોટરી ક્લબ વડાલીના પ્રમુખ જાગીરદાર અજમતખાન તુવરે મળીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબ હિંમતનગરના પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ તથા રોટરી ક્લબ પાટણના ડૉ. બાબુભાઈ પ્રજાપતિ વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે એસ.પી. તરીકે ડૉ. પાર્થરાજ ગોહિલે સાબરકાંઠામાં કાયદો-વ્યવસ્થાના મજબૂત અમલમાં નોંધપાત્ર કામગીરી કરી છે. ટૂંકા સમયમાં લોકપ્રિયતા મેળવનાર ગોહિલ સાહેબે પાટણ જિલ્લામાં પ્રોબેશનલ IPS તરીકે ફરજ બજાવતી વખતે પણ કાર્યદક્ષ અને પરિણામકારક અધિકારી તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી હતી.



