પાટણ બહેરા મૂંગા શાળા પાટણ ના બધિર રમતવીરોએ રાજ્ય કક્ષાની ડેફ ટુર્નામેન્ટમાં ભાગ લેશે…

પાટણ તા. ૪
દિવ્યાંગ બધિર ખેલાડીઓમાં રહેલી ખેલ ક્ષમતાને બહાર લાવી નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી કરી શકાય તે હેતુથી ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સીલ ઓફ ધ ડેફ દ્વારા વડોદરા ખાતે રાજ્યકક્ષાની ડેફ ટુર્નામેન્ટમાં શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણના તેર બધિર ખેલાડીઓ એથલેટિક વિભાગમાં વય જૂથ પ્રમાણે જુદી જુદી કેટેગરી માટે ૫ અને ૬ ડીસેમ્બરના રોજ રમવા માટે પસંદગી પામ્યા છે. પાટણ ના મૂક બધિર ખેલાડીઓ ને ગુરૂવારે શાળા માંથી પ્રસ્થાન કરાવતી વખતે પુષ્પગુચ્છથી સંસ્થાના મંત્રી દેવેન્દ્રભાઇ સાલવી, વહીવટી અઘિકારી ઉષાબેન બૂચ, મદદનીશ શિક્ષક વર્ષાબેન જોષી, ગૃહમાતા રેખાબેન વ્યાસ તથા શાળા-છાત્રાલય પરીવારે કોચ-મેનેજર તરીકે સાથે જોડાયેલા ઘેમરભાઈ દેસાઈ, શિલ્પાબેન ઠાકોર, વ્રજ મોદી, ક્રીશ પ્રજાપતિ વગેરે ને બિરદાવી અભિનંદન સાથે વિજેતા માટે શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here