અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ પાટણની ગાયિકા પુજા બારોટ ને આર્થિક મદદ કરતું નિરજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ..

નિરજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુજા બારોટ ને આર્થિક રીતે મદદરૂપ બનવા અન્યોને પણ અપીલ કરાઈ…

પાટણ તા. ૩૧
સંગીત ની નગરી પાટણ શહેરમાં સિંગિંગ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર અને ઇન્ડિયન આઇડલ સુધી પહોંચનાર જાણીતી ગાયિકા પૂજા બારોટ ને તાજેતરમાં નડેલ અકસ્માતના કારણે હાલમાં તેને પાટણ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં સારવાર આપવામાં આવી છે. ત્યારે આ પૂજા બારોટના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના કલાકારો દ્વારા આર્થિક મદદ માટે કરાયેલી અપીલને પાટણ શહેરની સેવાકીય સંસ્થા નીરજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને હુડકો ના સ્વતંત્ર ડીરેકટર કે. સી. પટેલ અને સભ્યોએ રૂ. ૨૫ હજાર ની સહાય કરી તે જલ્દીથી સ્વસ્થ બની પુનઃ પાટણ શહેરનુ નામ સંગીત ક્ષેત્રમાં ઉજળુ કરે તેવી પ્રાર્થના સાથે પુજા બારોટ ના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા નીરજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટણના રાજકીય – સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે.
અહેવાલ :- ચશપાલ સ્વામી. પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here