આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે ચકલી પરિવાર વિશે કંઈક જાણીએ

તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ધાડું,મારે ફળિયેચકલી બેસેએ મારુ રજવાડું

દેશમાં ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ,સિમેન્ટ કોંક્રિટના જંગલો વ્યસનો કુદરતી સંપત્તિ નો બેફામ વિનાશ સાથે બાળ વાર્તાઓ મોબાઈલના આગમન સાથે લુપ્ત થઈ ગઈ..હવે વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા,છોકરાઓને સમજવતા.એક છોકરો રિસાણો કોઠી પાછળ ભિંસાણો,કોઠી પડી આડી,છોકરે રાડ પાડી, અરરર માડી.આવી વાર્તાઓ કે કવિતાઓ નથી રહી કે ભાભો ઢોર ચારતાએ નથી.છતાં આપણી ચિંતન મનન રનકણિકા માં આજે એક હતી ચકી અને એક હતો ચકો,ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો બંને ભેગા થઈ ખીચડી બનાવી આ વાર્તા નાનપણમાં બહુ ગમતી કૃષિ ઉત્પાદન વધારવા માટે જમીનમાં વપરાતા હાઈબ્રીડ બિયારણ રાસાયણિક ખાતરો,દવાઓના કારણે કૃષિ પાકો અને જમીનો ઝેરીલી બની છે જેની સીધી અસર પશુ-પક્ષીઓમાં સ્પષ્ટ પણે જોવા મળી રહી છે કેટલાક પક્ષીઓ અને પશુઓ લુપ્ત થઈ ડાયના સોર સ્વરૂપ બન્યા છે જેને ફક્ત ચિત્રોમાં કે વિડિયોમાં જોઈ શકાય છે આ ઝેરીલા બિયારણ ખાતરો રાસાયણિક દવાઓના કારણે માનવી પણ અનેક રોગોનો ભોગ બની રહ્યો છે આજે વીસમી માર્ચ-૨૦૨૬ને શુક્રવારે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે જમીનમાં શક્ય હોય ત્યાં સુધી સેન્દ્રિય ખાતરો કુદરતી જીવજંતુ નાશક અને ભગાડે તેવા છંટકાવ કરીશું.ગીધ કાગડા જેવાપક્ષીઓ ઘેટા,બકરા,ગઘેડા જેવા પશુઓ બિલકુલ લુપ્ત થવાના આરે પહોંચ્યા છે આંગણામાં સતત ચી ચી કરતી ચકલીઓ કયાં આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણે ચકલી પરિવાર વિશે કંઈક જોઈશુંએ પહેલા કવિ રમેશ પારેખે લખેલી અત્યંત હૃદય સ્પર્શી રચના આજે વિશ્વ ચકલીદિને માણી આગળ ચકલી પરિવારને ઓળખવા પ્રયત્ન કરીએ..તારો વૈભવ રંગમોલ સોનુંને ચાકર થાડું, મારે ફળીચે ચકલી બેસે તે મારું રજવાડું, તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,મારા ઘરમાં કીડી સુદ્ધા દમામ પૂર્વક બેસે.મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશી યારી ખોલું ત્યા આકાશ લાગલું દેતી ઘરની બારી, જેવો મારોઉંબર તેવું આડેથડ પછવાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું. તારે ફળીયે તારો વૈભવ ખોખારાઓ ખાય, મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય, સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો, હું તો અકડેલ ટ્રુડાયરા વચ્ચે મગન થાતો. આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું, તારો વૈભવ રંગમોલ સોનુંને ચાકર થાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું, ઘર ચકલી (પાસર
ડોમેસ્ટિકસ)એક પક્ષી છે,જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે.આ ઉપરાંત જગત ભરમાં જયાં જયાં મનુષ્ય ગયો,આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગ ના સ્થાનો, આફ્રિકાના કેટલાંક સ્થાનો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.શહેરી વિસ્તાર માં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પેરો, સ્પેનિશ સ્પૈરો, સિડ સ્પેરો રસેટ સ્પૈરો,ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે.આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા ચીડિયા કહેવામાં આવે છે.આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષી ઓમાં એક પક્ષી છે.લોકો જ્યાં પણ ઘર બનાવે છે,મોડી કે વહેલી પર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.નર ઘર ચકલી (પાસરડોમેસ્ટિકસ) એક પક્ષી છે જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જયાં જયાં મનુષ્ય ગયો,આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકા ના મોટાભાગના સ્થાનો આફ્રિકાના કેટલાંક સ્થાનો ન્યૂઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.શહેરી વિસ્તારમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિ ઓ જોવા મળી છે,જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પેરો, સ્પેનિશ સ્પેરો, સિડ સ્પેરો,રસેટ સ્પૈરો,ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પેરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસસ્પેરોને ગુજરાત માં ચકલી અને હિંદીમાં ગોરૈયા ચિડિયા કહેવામાં આવે છે આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલીવિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જયાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.ઓછી થતી સંખ્યા પાછલા કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.આધુનિક સ્થાપત્ય ની બહુમજલી ઈમારતોમાંચકલી ઓને રહેવા માટે પુરાણી ઢબના પરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પસારીની દુકાનો ઘટી રહી છે.આ કારણે ચકલી ઓને દાણા નથી મળતા.આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તરંગો પણ ચકલી ઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે.આ તરંગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે,જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે ચકલીને ખોરાક તરીકે ધાસના બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે.વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી.પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે.કબૂતરને ધાર્મિક કારણો થી વધારે મહત્વ આપવામાંઆવે છે. ચણ નાખવા ની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી હોતી ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છેઅને પોતાના નવા આશરા નું સ્થાન શોધી લે છે. છેલ્લે એ જ તારો વૈભવ રંગમોલ સોનુંને ચાકર પાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,નાનકડી ચકલી પરિવારને ઘરમાં સદા માનપાન આપજો હો કે..છેલ્લે આજે નાનકડી ચકલીની એક શિખમણ રૂપ વાત આપણે પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં જીતી શકીએ છીએ એક દિવસ,એક ચકલી આકાશમાં ઉડી રહી હતી. રસ્તામાં તે ગરુડને મળે છે. ગરુડ તે ચકલીને ખાવા દોડે છે. ચકલી તેને પોતાના જીવન માટે ભીખ માંગે છે. પણ ગરુડ તેના પર દયા કરવા તૈયાર નથી. પછી ચકલી તેને કહે છે કે મારે નાના બાળકો છે અને તેમને ઉછેરવા માટે મારા માટે જીવંત રહેવું મહત્વપૂર્ણ છે. પછી ગરુડ ચકલી સમક્ષ એક શરત મૂકે છે કે મારી સાથે દોડે અને જો તું મને હરાવીશ તો હું તારો જીવ બચાવીશ અને તને અહીંથી જવા દઈશ. ગરુડ જાણતો હતો કે ચકલી માટે દોડમાં તેને હરાવવું અશક્ય છે.એટલા માટે તે પોતાની સામેઆવી મુશ્કેલ શરત મૂકે છે. ચકલી પાસે આ રેસ માટે હા કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.પણ ચકલી જાણતી હતી કે દોડમાં ગરુડને હરાવવું અશક્ય છે,છતાં તેણે દોડ માટે હા પાડી. પણ તે ગરુડને કહે છે કે જ્યાં સુધી રેસ પૂરી ન થાય ત્યાં સુધી તે તેને મારી નાખશે નહીં. ગરુડ આ સાથે સંમત થાય છે.દોડ શરૂ થાય છે, ચકલી ઝડપથી જઈને ગરુડના માથા પર બેસે છે, અને ગરુડ દોડના છેલ્લા સ્થાને પહોંચે છે કે તરત જ ચકલી ઝડપથી રેખા પાર કરીને જીતી જાય છે.ગરુડ તેની હોશિયારી થી ખુશ થાય છેઅને તેને જીવતી છોડી દે છે. ચકલી તરત જ ત્યાંથી ઉડી જાય છે અને પોતાના રસ્તે આગળ વધે છે. વાચક ચાહક મિત્રો,સૌને જય માતાજી સુપ્રભાત,ચૈત્રી નવરાત્રિ ની ચકલી જ નહીં સમગ્ર જીવ સૃષ્ટિ માટે જીઓ અને જીવવા દોની ભાવના રાખીએ ઈરાન ઈઝરાઈલ અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહયું છે તે વિશ્ર્વ માટે ખતરારૂપ છે, માનવજાન હાની સાથે અનેક પ્રકારની આડઅસરો જોવા મળશે ત્યારે મા શક્તિ ભવાનીને પ્રાર્થના કરીએ કે આ માનસિકતા વાળાને સદ્બુદ્ધિ આપે.અસ્તુ.
યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર,થરા – ૯૪૨૮૬૭૮૬૯૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here