કે.પી.પટેલે પોતાના સહ અધ્યાપકો અને ભૂતપૂર્વ વિધાર્થીઓના પ્રેમનો સહ હ્રદય આભાર વ્યક્ત કર્યો…

પાટણ તા.27
પાટણ કોલેજના ભૂતપૂર્વ ફિઝિકલ ડાયરેક્ટર અને પાટણના રમતવીરોના ગુરુવર્ય કાંતિલાલ પરસો
તમદાસ પટેલ (કે.પી.પટેલ)ના 90 માં જન્મદિવસ
ની તેમના પરિવારજનો સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થી
ઓ અને સહ અધ્યાપકો દ્વારા ખુબ ઉત્સાહ ઉમંગ સાથે સરપ્રાઈઝ ઉજવણી ગતરોજ કરવામાં આવી હતી.
ગુરુવર્ય કે.પી.પટેલ ના સરપ્રાઈઝ જન્મદિવસની ઉજવણી મા સહભાગી બનેલા તેમના રમતવીર ભૂતપૂર્વ વિધાર્થીઓ અને એમના સહ અધ્યાપકો
ને એકી સાથે નિહાળી કે.પી.પટેલ સહિત તેમના પુત્રવધૂ કુસુમબેન દિપકભાઈ,પૌત્રવધુ ડો.ત્રિશલા દેવ,પૌત્રી હિનલ હિરેન કુમાર સહિતના પરિવાર
જનોની આંખો હર્ષથી ભરાઈ આવી હતી.
પાટણ કોલેજમાં ચાર દાયકા સુધી ફિઝિકલ ડાયરેક્ટર તરીકે શિસ્ત અને નિયમિતતા સાથે સેવા આપનાર કે.પી.પટેલ ના 90 માં જન્મ
દિવસ પ્રસંગે આયોજિત કરાયેલા આ સરપ્રાઈઝ જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તેમના સહ અધ્યાપકો પ્રો.રેવડીવાલા,પ્રો.
ડી.કે.શાહ, પ્રો.જે.કે. વ્યાસ સહિત તેમના રમતવીર વિધાર્થીઓ શંકરભાઈ રાવલ સુરત, જયપ્રકાશ પટેલ,જયશંકર મહેતા વલસાડ,
હીરાભાઈ પ્રજાપતિ, ડીએસપી ચંદનસિહ રાજપુત,બળદેવસિંહ સોલંકી, ઉમેદજી ઠાકોર, લાભુભાઈ નાયક, ભીખુભાઈ,બાબુજી ગોહિલ, બાબુજી પઢીયાર,અરજણ દેસાઈ, પ્રશાંત રાવલ, મહેશ પટેલ, હરેશ મોદી, રાકેશ પટેલ, પરેશભાઈ, પઠાણભાઈ,હિમાંશુ વ્યાસ,ગુડ્ડીબેન કેદારભાઈ આચાર્ય,માલ્વીકા જોષી, રાગિણી પરીખ સહિતનાઓએ કે.પી.પટેલ સાથેના પોતપોતાના સંસ્મરણો તાજા ક્યૉ હતાં.તો 80 વર્ષિય ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ રાવલે કે. પી. પટેલ ની કારકિર્દી ના દિવસોને તાજા કરતાં નાદુરસ્ત કે.પી.પટેલના શરીરમાં નવીન ઉજૉ નો સંચાર વ્યાપી જવા પામ્યો હતો.
કે. પી. પટેલે પોતાના 90 મા જન્મ દિવસની સર
પ્રાઈઝ પાર્ટીમાં પાટણ સહિત અન્ય શહેરો માંથી ઉપસ્થિત પોતાના સહ અધ્યાપકો,ભૂતપૂર્વ વિધાર્થીઓ અને તેમના પરિવારનો હદયથી આભાર વ્યક્ત કરી સૌએ સાથે મિષ્ટ ભોજન લઇ જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રો. રેવડી
વાલા,ડીવાયએસપી જગદીશભાઈ શ્રીમાળી અને યશપાલ સ્વામી એ કર્યુ હતું.જયારે ભેટ સોગાદો અને ગાડીની વ્યવસ્થા પાટણ ના હસુભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની મીનાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.




