
પ્રચાર-પ્રસાર ક્ષેત્રે સક્રિય હેમંતભાઇ કાટવાલા હવે ગુજરાત ઉત્તર પ્રાંતના ઉપપ્રમુખ તરીકે સેવા આપશે

પાલનપુર:
ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતની વાર્ષિક સાધારણ સભા રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ પાલનપુર મુકામે ઉત્સાહભેર યોજાઈ હતી. આ બેઠકમાં ચિંતન કમિટી, પ્રાંત પદાધિકારીઓ અને કારોબારીના ૯૦થી વધુ સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી. પ્રાંત પ્રમુખ શ્રી કમલભાઈ ચંદારાણાએ સ્વાગત પ્રવચન આપી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ પાટણ અને બનાસકાંઠાના વિભાગીય મંત્રીઓએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી શાખાઓની સંગઠનાત્મક કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
સભા દરમિયાન સેવા, સંસ્કાર, પર્યાવરણ અને મહિલા ગતિવિધિના પ્રકલ્પ સંયોજકો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શાખાઓમાં થયેલા કાર્યોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. પ્રાંત ખજાનચી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન કારોબારીની જાહેરાત:
રીજનલ પદાધિકારી શ્રી અશ્વિનભાઈ પારેખ દ્વારા આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન કારોબારીના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી:
- પ્રમુખ: શ્રી કમલભાઈ ચંદારાણા
- મંત્રી: શ્રી વિશ્લેષભાઈ જોષી
- ખજાનચી: શ્રી દિલીપભાઈ પટેલ
- સંગઠન મંત્રી: શ્રી પારસભાઈ ખમાર
- ઉપપ્રમુખ: શ્રી હેમંતભાઈ કાટવાલા અને શ્રી સંજયભાઈ ત્રિવેદી
- સંસ્કાર પ્રકલ્પ કન્વીનર: શ્રીમતી મમતાબેન ખમાર
- સેવા પ્રકલ્પ: શ્રીમતી પૂર્ણિમાબેન મોદી
- સંપર્ક પ્રકલ્પ: શ્રી પરેશભાઈ જીવરાણી
- પર્યાવરણ પ્રકલ્પ: શ્રી અનિલભાઈ લિંબાચીયા
- મહિલા સહભાગિતા: શ્રીમતી મીનાબેન મહેશ્વરી
નવનિયુક્ત તમામ સભ્યોને રીજનલ પદાધિકારી શ્રી અરવિંદભાઈ તુવર દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. મીટિંગના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ વોરા અને શ્રી અરવિંદભાઈ તુવરે પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મહામંત્રી શ્રી વિશ્લેષભાઈ જોષી દ્વારા કરવામાં આવી હતી.




