પાટણ તા. 16
ગતરોજ સી.બી.એસ.ઈ. દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પાટણ શહેરની સી.બી.એસ.ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ ગુણો મેળવી શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે. સી.બી.એસ.ઈ. ધોરણ 10 નું ઓવરઓલ પરિણામ 93.70% રહ્યું છે, જ્યારે શાળાનું પરિણામ 100 % રહ્યું છે જે ખૂબ જ સરાહનીય છે.
જેમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં વીરરાજસિંહ નિકુંજકુમાર પરમાર 96 % (પ્રથમ સ્થાન),વૈદિત જયેશકુમાર પટેલ 95.33% દ્વિતીય સ્થાન, દક્ષ અશ્વનિકુમાર મિરચંદાની 95.50% તૃતીય સ્થાન,જૈનિલ ભરતકુમાર પ્રજાપતિ 92.83% ચોથું સ્થાન,ત્વિષા પિયુષકુમાર રામી 92.50% પાંચમું સ્થાન, અભયરાજઆનંદ 90.67% છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરતા શાળાના સંસ્થાપક જગદીશ કથુરિયા અને આચાર્ય સહિતશાળાના ટ્રસ્ટીઓ શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથુરિયા, તૂષાર કથુરિયા,હર્ષ પટેલ, હાર્દિક સ્વામી અને લલીત કથુરિયાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ધોરણ 10 ના તમામ શિક્ષકોની મહેનતને બિરદાવવામાં આવી હતી.




