કાકોશી PSI લીંબાચીયા અને ટીમની સતર્કતા: સિદ્ધપુર કોર્ટના સજા વોરંટના કેસમાં વર્ષોથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

કાકોશી પોલીસની સતર્કતા: પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મીરાલીંબડી પાસેથી દબોચી લેવાયો


પાટણ:
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ કાકોશી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સિદ્ધપુરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટના કેસમાં નાસતા-ફરતા એક આરોપીને કાકોશી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે મીરાલીંબડી પાસેથી દબોચાયો

મળતી માહિતી મુજબ, કાકોશી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વી.એ. લીંબાચીયા તથા તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. અશોકકુમાર ઈશ્વરભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર વાલજીભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સિદ્ધપુર કોર્ટના ક્રિમિનલ કેસ નંબર ૧૬૨૧/૨૦૨૫ ના સજા વોરંટનો નાસતો-ફરતો આરોપી વિસ્તારમાં ફરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કાકોશી મીરાલીંબડી પાસેથી આરોપી ઈંદ્રજીત અમરતભાઈ પરમાર (રહે. મેત્રાણા, પરમારવાસ, તા. સિદ્ધપુર, જી. પાટણ) ને ઝડપી લીધો હતો અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓપરેશન પાર પાડનાર પોલીસ ટીમ

આ સફળ કામગીરીમાં કાકોશી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એ. લીંબાચીયા, એ.એસ.આઈ. અશોકકુમાર ઈશ્વરભાઈ, આ.પો.કોન્સ. ભરતકુમાર વાલજીભાઈ, જયેંદ્રસિંહ અમરસિંહ તથા વિષ્ણુભાઈ વીરાભાઈ સહિતના સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here