ઓગડ તાલુકાના તાંતિયાણા ગામ નજીકથી વહેલી સવારે ગામની ત્રણ મહિલાઓ રોજિંદા ક્રમ મુજબ રોડની સાઈડમાંથી પાણી ભરવા માટે જઈ રહી હતી. આ દરમિયાન અચાનક સ્વીફ્ટ ગાડી ચાલાક ઉણ થી તાંતિયાણા રોડ ઉપર બેદરકારી ડ્રાંઇવિંગ કરતા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને ત્રણેય મહિલાઓને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી.કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતા જ મહિલાઓ હવામાં ફગાઈને રોડ પર પટકાઈ
હતી.આ આ ગમખ્વાર ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું.અન્ય બે મહિલાઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર તરફડતી હતી.

મૃત્યુ પામેલ મહિલાનું નામ જશીબેન રમાભાઈ રાણાવાડીયા ઉ.વ.૪૫ આશરે જેઓને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે અન્ય બે મહિલાઓને ગંભીર ઈજાઓ થવાંથી પ્રાઇવેટ વાહન મારફતે રાધનપુર સદારામ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ઈજાઓ થયેલ મહિલાઓમાં ભાવનાબેન બાબુજી..ઉ વ. ૨૭ રહે.તાંતિયાણા અને તારાબેન ધારશીજી ઉ. વ ૪૮ રહે તાંતિયાણા જેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા….અકસ્માત સર્જાયા બાદ કારચાલક પકડાઈ જવાની બીકે પોતાની કાર ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.જોરદાર અવાજ થતાં જ આસપાસના ખેતરોમાંથી અને ગામમાંથી લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ થરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગ્રામજનોની મદદથી બંને ગંભીર ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યારે મૃતક મહિલાની લાશનો કબજો મેળવી પંચનામું કરી લાશને પીએમ (પોસ્ટમોર્ટમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી – આપી હતી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કારચાલકે ગુનાહિત બેદરકારી – દાખવી છે. થરા પોલીસે – ઘટનાસ્થળેથી અકસ્માત સર્જનાર – કારને પોતાના કબજામાં લઈ લીધી છે. કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક અને ગાડી ચલાવનાર ઈસમ સુધી પહોંચવા માટે – પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




