પાટણ જિલ્લામાં રૂ. ૩૯૮ કરોડના સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કરતી સાઈબર ક્રાઈમ પોલીસ..

૧૪ આરોપીઓ ઝડપાયા ૬ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કરાયા…

પાટણ તા. ૮
પાટણ જિલ્લામાં રૂ. ૩૯૮ કરોડના સાયબર ક્રાઈમ રેકેટનો પાટણ સાઈબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કરી ૧૪ આરોપીઓ ઝડપી લીધા છે જયારે ગુનામાં સંડોવાયેલા અન્ય ૬ આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા, બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા તેમજ સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશથી ઓપરેશન MULE HUNT 2.0 શરૂ કરવામાં આવેલ છે.
આ અભિયાન અંતર્ગત પોલીસમહાનિરીક્ષક, બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પરિક્ષીતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ કરેલ સુચના અનુસાર અને નાયબ પોલીસ અધિક્ષક પાટણ પરેશ રેણુકા ના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ધારકો, વચેટીયાઓ તથા સાયબર ગુનામાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાટણ દ્વારા ભારત સરકાર
ના SAMANVAYA તથા NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરી શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ કરતા ધી હારીજ નાગરિક સહકારી બેંક લિ., હારીજ ખાતે ખોલવામાં આવેલા કેટલાક કરંટ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદો તેમજ અસામાન્ય અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા.જેમાં કેટલાક ઇસમો દ્વારા લોકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઉભી કરી બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા હતા.
ત્યારબાદ ખાતા ધારકો પાસેથી બેંકિંગ કિટ, ATM કાર્ડ, ચેકબુક, કોરા સહી વાળા ચેક, મોબાઇલ નંબર અને ઇન્ટરનેટ બેંકિંગની સુવિધાઓ મેળવી આ ખાતાઓનો ઉપયોગ OTP ફ્રોડ, APK/લિંક આધારિત બેંકિંગ છેતરપિંડી,ડિજિટલ અરેસ્ટ,સેક્સટોર્શન, સોશિયલ મીડિયા મારફતે થતી આર્થિક છેતરપિંડી તેમજ ઓનલાઇન જુગાર અને સટ્ટા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ માંથી મેળવવામાં આવેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.
જેમાં કુલ ૧૩ મ્યુલ એકાઉન્ટ્સ માં રૂ. ૩૯૮.૪૩ કરોડ ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયા છે અને આ બેંક ખાતાઓમાં ભારતના વિવિધ રાજ્યો માંથી કુલ ૨૨૮ NCCRP સાયબર ફ્રોડ ફરિયાદો થયેલી છે.
જેના આધારે કુલ ૧૩ બેંક ખાતાધારકો તથા ખાતાઓ ભાડે મેળવી તેનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરનાર ૭ વચેટીયાઓ મળી કુલ ૨૦ આરોપીઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૫), ૩૧૮ (૪) તથા ૬૧(૨)(A) મુજબ ગુનો સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓમાં
(૧) રોહન અશોકજી ઠાકોર, હાલ રહે:૪૪/૨ માધવનગર સોસાયટી પદમનાથ ચોકડી પાટણ, મૂળ રહે:ટીંબાવાસ ચાણસ્મા,(૨) વિષ્ણુભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ, રહે:હારીજ પટેલ વાસ, (૩) ચિરાગકુમાર રામજીભાઈ પ્રજાપતિ, હાલ રહે:હારીજ ચામુડાનગર શિશુમંદીર સામે (૪) પાર્થ કમલેશભાઈ પ્રજાપતિ, રહે:ઋષીકુષ્ણની પોળ છીંડીયા દરવાજા, (૫) ચેતન ભગવાનભાઈ ઠક્કર, હાલ રહે:૫૦૬/શક્તિ ક્રુપા સોસાયટી લીલીવાડી રોડ પાટણ, મૂળ રહે:રોડા તા.હારીજ, (૬) મહિપત કનુભાઇ પ્રજાપતિ,હાલ રહે:A/૫૫મધુવન સોસાયટી બેચરાજી રોડ મહેસાણા,મૂળ રહે:બોરતવાડા તા-હારીજ (૭) રમેશભાઇ અમથાભાઈ સુથાર રહે:કનીજ તા-સમી (૮) ભરતજી કાંતીજી ઠાકોર, હાલ રહે,યશ વિહાર અંબાજી નેળીયુ પાટણ, મૂળ રહે,બોરસણ તા.પાટણ (૯) શૈલેષ જગાજી ઠાકોર,, રહે.લક્ષ્મીપુરા વિસ્તાર રામનગર પાટણ ,(૧૦) નિતિન શંકરલાલ પ્રજાપતિ,રહે.
મકાન નં-૨૯ સોની બોડીગ્સની સામે ગુર્જરવાડો પાટણ,(૧૧) દિનેશભાઇ કનુભાઇ પ્રજાપતિ, હાલ રહે:અંબિકાનગર સોસાયટી બેચરાજી રોડ હારીજ જી.પાટણ,મૂળ રહે:બોરતવાડા તા-હારીજ (૧૨) ભેમાભાઇ વાઘાભાઇ રબારી, હાલ રહે.ધરતી બંગલોઝ, પાલનપુર હાઇવે રાધનપુર જી-પાટણ, મૂળ રહે:બંધવડ તા-રાધનપુર જી પાટણ(૧૩) વિક્રમ નારાયણભાઇ પટણી રહે:યશનગર ભઠ્ઠીવાડા મીરા દરવાજા પાટણ અને (૧૪) વસંતભાઇ અમથાભાઇ સુથાર,, હાલ રહે:શિવ રેસીડેંસી મસાલીરોડ રાધનપુર તા-રાધનપુર જી-પાટણ, મૂળ રહે:કનીજ તા-સમી જી પાટણ નો સમાવેશ થાય છે.
જયારે પકડવાના બાકી આરોપીઓમાં (૧) દિનેશભાઇ નાથાલાલ ઠક્કર રહે. મુળ હારીજ (૨) જયદીપ ઉર્ફે જે.ડી.ઠક્કર રહે.અમદાવાદ (૩) મનોજકુમાર ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર રહે. ધોકાવાડા તા.સાંતલપુર હાલ રહે. રાધનપુર (૪) હાર્લી પ્રજાપતિ રહે. પાટણ
(૫) હર્ષદભાઇ ઠક્કર રહે. અમદાવાદ અને (૬)અશ્વિનભાઇ છગનભાઇ ઠક્કર રહે. અમદાવાદ વાળા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here