પયૉવરણ મંત્રીની પદ્મનાભ વાડી ને હરિયાળી બનાવવાની મહેચ્છા વન વિભાગે સાકાર બનાવી..
પાટણના શ્રી પદ્મનાભ ભગવાન ના સપ્ત રાત્રી મેળાના શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ શ્રી પદ્મનાભ મંદિર પરિસરની હરિયાળી નિહાળી આ વાડી પરિસરને વધુ હરિયાળી બનાવવા પાટણ વન વિભાગ ના અધિકારીઓને સુચિત કયૉ હતાં જેને ધ્યાનમાં રાખીને પાટણ વન વિભાગ દ્વારા ચોમાસામાં શ્રી પદ્મનાભમંદિર પરિસરના હારિયા મા ગુરૂવારના રોજ 50 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું લોખંડના પાંજરા સાથે વાવેતર કરી પદ્મનાભ વાડી પરિસરને હરિયાળું બનાવવાની પયૉવરણ મંત્રી ની જિજ્ઞાસા ને સાકાર કરી હતી.
પાટણ વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ મા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સાથે સમાજ આગેવાન હસમુખભાઈ પ્રજાપતિ પણ સહભાગી બન્યા હતા.




