પાટણ, રવિવાર, તા. ૧૩
શેઠ શ્રી તેજાજી ફરસરામ ખારાવાળા બ્રહ્મક્ષત્રિય છાત્રાલય પાટણ ખાતે રવિવારના રોજ સંસ્થાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ સંસ્થાના ભૂતકાળને વાગોળ્યો હતો અને સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે મંથન તેમજ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.
સભામાં અગાઉના વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગામી વર્ષ માટે સંસ્થાની નવી કાર્યવાહક સમિતિની રચના અંગે ચર્ચા થઈ હતી, જેમાં હાજર સભ્યો દ્વારા બહુમતી થી નવી કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવી હતી અને કમિટી દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાયમી પ્રમુખ:ભુપેન્દ્રભાઈ ખારાવાળા, ઉપપ્રમુખ:કનુભાઈ નિર્મળ, મંત્રી: મહેશભાઈ ટાટરીયા, સહમંત્રી:હરીભાઇ છુછા, ખજાનચી: અનિસભાઇ ભેડા તેમજ કારોબારી સભ્યો: તરીકે સુમિતભાઇ છાટબાર, દિપકભાઇ બ્રહ્મક્ષત્રિય, દક્ષેશભાઈ માધુ, યોગેશભાઇ ખત્રી, વિરેન્દ્રભાઇ મામતોરા, અતુલભાઇ કીરી, અશ્વિનભાઇ ટાટરીયા, પ્રફુલભાઈ વારડે, હિરેનભાઈ ભેડા, રસેન્દ્રભાઈ છાંટબાર, રાજેશકુમાર ભેડા ની વરણી કરવામાં આવી હતી.
સમગ્ર સભાનું સફળ સંચાલન મુકેશભાઇ ધેનિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સભાના અંતે ઉપસ્થિત સૌ વડીલો અને યુવાનોએ નવી વરાયેલી ટીમને આવકારીને સંસ્થાની પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.




