દિવાળી પર્વે પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ‘ક્રિષ્ના ફટાકડા મોલ’માં ₹૧,૫૦૦ અને ₹૨,૧૦૦ની વિશેષ કીટનું જબરદસ્ત આકર્ષણ

શિવાકાશીની પ્રખ્યાત બ્રાન્ડ્સના ફટાકડાની વિશાળ શ્રેણી; ચાઈનીઝ ફટાકડાઓથી દૂર રહી ૨૫ વર્ષથી ‘મેડ ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન

પાટણ: દિપોત્સવ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણની બજારોમાં તહેવારોની ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે. રોશની, રંગોળી અને મિઠાઈની સાથોસાથ આતશબાજી વિના દિવાળી અધૂરી ગણાતી હોવાથી બજારોમાં ફટાકડાની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ પર્વને વધુ રંગીન બનાવવા શહેરના બી.એમ. હાઈસ્કૂલ રોડ પર આવેલા પ્રગતિ મેદાન ખાતે ‘ક્રિષ્ના ફટાકડા મોલ’નો પ્રારંભ કરાયો છે, જ્યાં પ્રથમ દિવસથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

છેલ્લા ૨૫ વર્ષથી વિશ્વસનીય સેવા આપી રહેલા આ મોલ દ્વારા આ વર્ષે પાટણવાસીઓ માટે અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોલ સંચાલકના જણાવ્યા અનુસાર, અહીં શિવાકાશીની જાણીતી સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સ જેવી કે કોરોનેશન, કાલેશ્વરી, વસંત, અને દામો સહિતની કંપનીઓની ફેન્સી તેમજ ફંક્શનિંગ આઈટમો ઉપલબ્ધ કરાઈ છે.

બજેટ ફ્રેન્ડલી સ્પેશિયલ કીટ પરિવારોમાં લોકપ્રિય સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના બજેટમાં આતશબાજીનો આનંદ માણી શકે તે માટે મોલ દ્વારા બે આકર્ષક કીટ રજૂ કરવામાં આવી છે:

₹૧,૫૦૦ની ફેમિલી કીટ: જેમાં ૨૫ પ્રકારની વિવિધ આઈટમોનો સમાવેશ થાય છે.

₹૨,૧૦૦ની પ્રીમિયમ કીટ: જેમાં ૩૧ જેટલી વિવિધ ફેન્સી આઈટમો સામેલ કરાઈ છે.

૧૦૦% સ્વદેશી ઉત્પાદનો: ગુણવત્તા અને સુરક્ષાની ખાતરી ચાઈનીઝ ફટાકડા સામે ‘સ્વદેશી’ને પ્રાધાન્ય આપવાની પરંપરા જાળવી રાખતાં ક્રિષ્ના ફટાકડા મોલમાં સંપૂર્ણપણે ભારતીય બનાવટના ફટાકડા રાખવામાં આવ્યા છે. મોલમાં કોઈપણ પ્રકારનો વિદેશી કે ચાઈનીઝ ફટાકડો વેચવામાં આવતો નથી, જેથી ગ્રાહકોને સુરક્ષા અને ઉચ્ચ ગુણવત્તા બંને મળી રહે છે.

હાલ મોલમાં નવરંગી ફુવારા, હાઈડ્રોજન બોમ્બ, પરંપરાગત લક્ષ્મીછાપ ટેટા, રોકેટ, તારામંડળ અને વિવિધ ફુલઝડી જેવી અસંખ્ય વેરાયટીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્વદેશી અને સલામત ફટાકડા ઉપલબ્ધ કરાવી મોલ પાટણની જનતામાં એક અનોખું આકર્ષણ જમાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here