નૂતન વર્ષે પાટણના નોરતાધામ આશ્રમથી સંત શ્રી દોલતરામજી બાપુનો વિશ્વ કલ્યાણ અને અખંડતાનો સંદેશ

પાટણ તાલુકાના નોરતા ગામે દોલતરામ મહારાજ આશ્રમે નૂતનવર્ષ પર્વે દર્શન અર્થે ભક્તોની ભીડ જામી…

સામાજિક રાજકીય આગેવાનો ગુરુભક્તોએ દર્શનનો લાભ લીધો

આજે નૂતન વર્ષ દિવસે પાટણ સમીપ આવેલ નોરતા ધામ ખાતે આજે નવા વર્ષના પ્રથમ દિવસે પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમે દોલતરામ બાપુએ ભક્તો ને નવું વર્ષ સુખમય અને ભક્તિમય રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેઓએ આશિર્વચન આપતા  ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને યાદ કરતાં જણાવ્યું કે, “આપણો દેશ ઋષિમુનિઓ અને સંતોની સંસ્કૃતિ છે. ઋષિમુનિઓની આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રાચીન કાળથી સંતો, મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓએ સાથે મળીને ઋતુ અનુસાર વિવિધ તહેવારોની સ્થાપના કરી છે. આ પર્વો પાછળનો મૂળ ઉદ્દેશ વિશ્વ કલ્યાણ, માનવજાતના આરોગ્યની જાળવણી અને પર્યાવરણનું રક્ષણ કરવાનો રહ્યો છે.” વધુમાં તેમણે દેશની એકતા અને અખંડતા પર ભાર મૂકતાં જણાવ્યું કે આપણે સૌ સાથે મળીને દેશ અખંડ રહે અને પ્રત્યેક નાગરિક સુખી બને તે માટે પ્રયાસ કરીએ. તેમણે સમગ્ર સમાજ ભય અને હિંસાથી મુક્ત રહે તેમજ આપસમાં ભાઈચારા અને પ્રેમની ભાવના જળવાઈ રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. અંતમાં તેમણે ‘ભારત માતા કી જય’ના નારા સાથે સૌને સદ્બુદ્ધિ અને શક્તિ મળે તથા સર્વ જીવોનું કલ્યાણ થાય તેવી અંતરથી શુભકામના પાઠવી હતી. આજ ના નૂતનવર્ષ નિમિતે ભકતોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. 
નોરતા ધામ ખાતે આયોજિત નૂતનવર્ષ સ્નેહ અને ભક્તિમિલનના પવિત્ર પર્વને સફળ બનાવવા ધામના સેવકગણ દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. અને સમગ્ર નોરતા ગામ ખાતે નો દોલતરામ મહારાજ નો આશ્રમ દીપી ઉઠ્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here