Patan : પાટણ પાલિકા ટાઉન પ્લાનિંગ શાખાના ટીપીઓ ની બદલી, નવા ટીપીઓએ ચાર્જ સંભાળ્યો

પાટણ શહેરની બંને ટીપી યોજના, ઝોનિંગ પ્રક્રિયા ઝડપી કરવા તેમજ પાટણના નવા વિસ્તારોના વિકાસનો નકશો તૈયાર કરવા ચીફ ઓફિસરની ટીપીઓને સૂચના

Patan : પાટણ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા ખાતે ફરજ બજાવતા ટાઉન પ્લાનર પીડી મોદીની નગર રચના અધિકારી મહેસાણા તરીકે બદલી થતાં તેમના સ્થાને દાહોદથી જુનિયર નગર નિયોજક ડીએન જોલાપુરા શુક્રવારે હાજર થઈ ચાર્જ સંભાળી લીધો હતો. પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે તેમને કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપી ટાઉન પ્લાનિંગ યોજનાઓ શક્ય તેટલી વહેલી પૂરી થાય તે માટે ચેરમેન તેમજ સભ્યોના સાથે રહીને વિકાસ નક્શો ઝડપી તૈયાર કરવા ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ટીપી -3, 4નો દાવો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના 18 માર્ચ 2021ના નોટિફિકેશન અન્વયે પાટણ શહેર આસપાસના માતરવાડી, હાંસાપુર, રામનગર, ગુંગડીપાટી, સમાલ પાર્ટી, સાંડેસરા પાર્ટી તેમજ બકરાત પૂરા વિસ્તાર એટલે કે ઓજી વિસ્તારનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જે મુજબ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયા મુજબ તમામ વિસ્તારને સમાવીને નવીન ડેવલોપમેંટ પ્લાન (વિકાસ નક્શો) બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં આ અગાઉ 16 સપ્ટેમ્બર 2010ના રોજ ડેવલોપમેંટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જેને રિવાઇઝ કરવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે. જેમાં નગરપાલિકાને તાજેતરમાં મળેલા ટેન્ડરો ખોલીને એજન્સી નિયુક્ત કરી દેવામાં આવશે. બધા વિસ્તારમાં અલગ અલગ ઝોન નિશ્ચિત કરાશે નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના હાલના તેમજ નવા સમાવિષ્ટ કરવામાં આવેલા વિસ્તારોમાં ઝોનિંગ પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે દરેક વિસ્તારમાં રહેણાંક કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ તેમજ એગ્રીકલ્ચર જોન નક્કી કરવામાં આવશે. જેના આધારે ટાઉન પ્લાનિંગ વગેરે યોજનાઓનું અમલીકરણ થઈ શકશે અને નિયત ધોરણ મુજબ વિકાસ થઈ શકશે. ચીફ ઓફિસર બારોટે જણાવ્યું કે આપણે ટી પી 3 અને 4 માટે દરખાસ્ત કરવા તત્પર છીએ આ માટે વિકાસ નક્શો ઝડપી તૈયાર કરાશે….!

અહેવાલ :- ઉપેશ પંચાલ.

PATAN'S DEVDA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here