
NGES પાટણ સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણના નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) યુનિટના કેડેટ્સે ફરી એકવાર સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ૭ ગુજરાત બટાલિયન, NCC મહેસાણા દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે આયોજિત NCC વાર્ષિક તાલીમ શિબિર (ATC-118 અને 119) માં કોલેજના કેડેટ્સે શિસ્ત અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે.

આ શિબિરમાં કોલેજના ‘B’ સર્ટિફિકેટના કેડેટ્સે કુલ ૧૧ મેડલ અને ‘C’ સર્ટિફિકેટના કેડેટ્સે કુલ ૧૨ મેડલ જીતીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આમ, કોલેજના NCC ઓફિસર CTO ડૉ. પી. ડી. રાવ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા કેડેટ્સે શિબિર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં કુલ ૨૩ મેડલ (૧૦ ગોલ્ડ અને ૧૩ સિલ્વર) મેળવીને કોલેજ, કેમ્પસ અને પાટણ શહેરનું નામ રોશન કર્યું છે.
કેડેટ્સની આ શાનદાર સફળતા તેમની સખત મહેનત, અડગ નિશ્ચય અને તાલીમનું પરિણામ છે. NGES મેનેજમેન્ટના CDO ડૉ. જય ધ્રુવ સર, આચાર્યશ્રી ડૉ. કે. ડી. વૈષ્ણવ સર, NCC ઓફિસર CTO ડૉ. પી. ડી. રાવ તથા સ્ટાફ વતી તમામ વિજેતા કેડેટ્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.