પાટણ રામનગર એક્તા સમિતી દ્વારા પાટણ નગરપાલીકાના વૉર્ડ નંબર ૧૧ માં આવતા રામનગર વિસ્તાર ના પ્રાથમિક પ્રશ્નોને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા ની આગેવાની હેઠળ બુધવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા કલેકટરને અપાયેલા રીમાઇન્ડ આવેદન પત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે રામનગર વિસ્તાર ના લોકો ના પ્રશ્નો બાબતે અગાઉ તારીખ 19-03-2022 ના રોજ આવેદન અપાયું હતું તે સંદર્ભ માં આજદિન સુધી કોઈ નોંધ પાલિકા તંત્ર દ્વારા લેવામાં આવેલી નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી તો રામનગર વિસ્તાર ના લોકો ને તેમના રહેઠાણ ની જગ્યા એ સત્વરે સનદો (પ્રોપર્ટી કાર્ડ) આપવામાં આવે તેમજ વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાઓ જેવી કે ગટરોના જોડાણ કરાવી ઉભરાતી ગટરો ની સમસ્યાનો નિકાલ કરવા તેમજ દરેક ચાલીમાં પાકા રોડ રસ્તા,પીવાના પાણીની સમસ્યા નું નિવારણ લાવવા,સફાઈ કામગીરી હાથ ધરવા જેવી રજુઆત કરવામાં આવી હોય અને જો ઉપરોક્ત સમસ્યાઓ નું દિન પંદરમાં નિવારણ લાવવામાં નહિ આવેતો વિસ્તારના લોકો ને સાથે રાખી કલેક્ટર કચેરી
એ ભુખ હડતાળ ઉપર બેસવાની ચિમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



