Vadodara : વડોદરાના વાસદમાં જીટીયુની આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધા રમાઇ

૧૦ ડિપ્લોમા કોલેજોની ટીમોએ ભાગ લીધો

જી.ટી.યુ. વલ્લભવિધાનગર ઝોન ડિપ્લોમા આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન વાસદની એસવીઆઇટી ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

વડોદરાના વાસદની એસવીઆઇટી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ઝોનમાં આવેલી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓ માટે આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ ૧૦ ડિપ્લોમા કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો પાંચ દિવસ ચાલેલી આ ટી-૨૦ ક્રિકેટ સ્પર્ધાના ફાઇનલ મેચમાં સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ વડોદરા અને બી બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વિ.વિ.નગરની ટીમો વચ્ચે રમાઇ હતી.

ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં એસઆઇઇની ટીમે ૨૦ ઓવરમાં ૧૨૦ રન બનાવ્યા હતા અને જીત માટે બીબીઆઇટીની ટીમને ૧૨૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઉતર ચઢાવવાળી આ મેચમાં ધ્રુવ ઠાકોરના ૭૭ રનની મહત્વપૂર્ણ ઈનિંગના કારણે બીડીઆઇટીની ટીમ ૧૯ બોલ બાકી હતી. ત્યારે ૭ વિકેટના નુકસાનને ૧૨૧ નવો લક્ષ્યાંક હાંસલ કરી આ મેચ ત્રણ વિકેટથી જીતી હતી. જીટીયુ. વિ.વિ.નગર ઝોન ડિપ્લોમા ક્રિકેટ સ્પર્ધામાં ચેમ્પિયન થઈ હતી જ્યારે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ડિપ્લોમા કોલેજ ઉપવિજેતા રહી હતી.

તમામ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ધ્રુવ ઠાકોરે (બીબીઆઇટી) સમગ્ર સ્પર્ધામાં સુંદર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં ત્રણ ઇનિંગમાં બે અર્ધ શતક સાથે ૧૫૧ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ બેસ્ટ બેટ્સમેન નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે અનિકેત શર્મા (એસઆઇઇ) ૪(ઓવર), ૩(મેડમ), ૩(રન) અને ૭ (વિકેટ) ના સુંદર બોલિંગ એનાલિસિસ ના કારણે બેસ્ટ બોલર નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકકુમાર પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

મનીષ જોષી ” મૌન “દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here