પોલીસે કાર્યકતૉઓની અટકાયત કરી હાઈવે ખુલ્લો કરાવ્યો…

પાટણ તા. ૨૧
ઓડિશામાં NSUI નેતા દ્વારા 19 વર્ષીય યુવતી પર કથિત દુષ્કર્મના વિરોધમાં રાધનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આજે વિરોધ પ્રદર્શન કર્યું. ABVPના કાર્યકરોએ મુખ્ય માર્ગો પર રસ્તા રોકો આંદોલન કરતા ચકકાજામ ના દ્રશ્યો સજૉયા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ દોષિત સામે કડક કાર્યવાહીની માંગ કરી. તેમણે આ કેસમાં તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી વિદ્યાર્થી સંગઠનના નેતા દ્વારા આવું કૃત્ય નિંદનીય છે. સંગઠને સ્પષ્ટ કર્યું કે તેઓ વિદ્યાર્થીઓ ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.
પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા સંગઠનના કાયૅકરોની અટકાયત કરી હતી.



