ચોરીનો મુદ્દામાલ તેમજ ઇક્કો ગાડી કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કયૉ…


પાટણ તા. ૨૫
સિધ્ધપુર પોલીસે મળેલી ચોક્કસ બાતમી આધારે ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજયો મા ઇક્કો ગાડીમા પેસેન્જરને બેસાડી સિફતપૂર્વક રીતે પેસેન્જરોને લૂટી લેતી ગેંગ
ના ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ તેમજ ઇક્કો ગાડી સાથે ઝડપી લઈ પોલીસ મથકે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડી.ડી.ચૌધરી નાઓએ જીલ્લામાં વધતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારુ કરેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા તથા સિધ્ધપુર પીઆઈ જે.બી.આચાર્ય નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પોલીસ ટીમે તપાસના ચક્રો ગતિમાન કરી વોચ-તપાસમાં રહી હુમન સોર્સીસ અને સી.સી.ટીવી.તથા ટેકનીકલ એનાલીંસીસની સાથે જિલ્લા નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ,પાટણ તથા રાજય ત્રિ-નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ,ગાંધીનગરની પણ મદદથી ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી મળેલ ખાનગી હકિકત આધારે સિધ્ધપુર હાઈવે કાકોશી સકૅલ પાસે વોચમાં રહી માગૅ પરથી પસાર થતી ઈકકો ગાડી ને ઉભી રખાવી ગાડીમાં બેઠેલા શોએબ ઉર્ફે ફાટેલી અબ્દુલમજીદ વલીમહમદ આકબાની મેમણ,મોહમદ આદીલ ગુલામઅબ્બાસ મોહમદ ઇસુબ શેખ અને મુસ્તુફા મેહબુબ શબ્બીર શેખ રહે ત્રણેય સુરત વાળાની પુછપરછ કરતાં તેઓએ સંગઠીત બની ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ઇકકો ગાડીમાં અલગ અલગ રોલ કરતાં જેમા એક ડ્રાઇવર તરીકે ઇકકો ગાડી ચલાવે અને બીજો પેસેન્જર તરીકે આગળ પાછળની શીટમાં બેસી પસેન્જર તરીકે બેસાડેલ ઇસમને વાતચીતમાં ઉલઝાવી એકબીજાને ગુન્હો કરવામાં મદદગારી કરી બેસેલ પેસેન્જરની નજર ચુકવી ખીસ્સામાંથી પૈસા કાઢી ચોરી કરી લેતાં હોવાનું જણાવતાં પોલીસે ત્રણેય ઈસમોને રોકડ રૂ. ૧૦,૦૦૦,ગુન્હામાં વપરા
યેલ ઇકો ગાડી નં.GJ05JD1093 કિ.રૂ.૨ લાખ સહિત નો મુદામાલ કબજે કરી તમામ વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલા સહીદ ઉફૅ ઘેટી ઉફૅ મશીન રહે. સુરતવાળા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



