ચાણસ્મા સબ જેલ માથી ફરાર મર્ડરના ગુન્હાના નો આરોપી ૧૨ વર્ષ બાદ પાટણ પેરોલ ફર્લો સ્કવોડ ના હાથે ઝડપાયો..

પાટણ તા. ૯
ચાણસ્મા સબ જેલ માથી ફરાર મર્ડરના ગુન્હાના ના આરોપીને ૧૨ વર્ષ બાદ પાટણ પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પેરોલ-ફર્લો-વચગાળાના તથા જેલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીઓ અને કેદીઓને પકડવા સારૂ ટેક્નિકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોસીસ આધારે ફિલ્ડમાં કાર્યરત હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલકે ચાણસ્મા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૮/૨૦૧૪ ઈ.પી.કો. કલમ-૨૨૪ વિ. મુજબના જેલ ફરારી કેદી રમેશજી અમરાજી ઠાકોર રહે.ધોળકા,વાદી
નો ટેકરો જી.અમદાવાદ, મુળ રહે.દાંતરવાડા તા.હારીજ જી.પાટણવાળો ચાણસ્મા પો.સ્ટે કૃ.ગુ.ર.નં.૨૦/૨૦૧૪ ઈ.પી.કો કલમ.૩૦૨ વિ મુજબના ગુન્હાના કામે ચાણસ્મા સબ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમા હતો અને ગત તા.૦૧/૦૫/૨૦૧૪ના કલાક-૦૭/૩૦ વાગે દૈનિક ક્રિયા સારૂ ચાણસ્મા સબ જેલની બેરેકમાંથી બહાર કાઢતા પોલીસની નજર ચુકવી બાથરૂમ ઉપરથી વરંડો કુદી જેલ સુરક્ષા તોડી નાસી ગયેલ અને જેને જેલ ફરારી લીસ્ટમાં જાહેર કરેલ હતો, અને સદર કેદી પોતાની ધરપકડ ટાળવા સારૂ પોતે પોતાની અસલ ઓળખ છુપાવવા પોતાનું નામ બદલી પોતે હેવી વ્હિકલ ડ્રાયવિંગ જાણતો હોઈ અલગ-અલગ ટ્રાન્સ્પોર્ટ કંપનીઓમાં માલવાહક ગાડીઓ ચાલાવી ભારતભરમાં ફરતો હતો. સદર કેદીની ઉપરોક્ત હકીકતઆધારે વોચ ગોઠવી તપાસ કરતાં અમદાવાદ નારણપુરા ખાતે હાજરી પ્રસ્થાપિત થતા સદર જગ્યાએથી જેલ ફરાર કેદી મળી આવતા તેને પકડી પાડી બી.એન.એન.
એસ. ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી બાકીની સજા ભોગવવા આગળની કાર્યવાહી કરવા સારૂ પાટણ સીટી બી.ડીવી. પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here