ચાણસ્માના કંબોઈ ગામેથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ‘બોગસ ડોક્ટર’ ઝડપાયો: પાટણ એસ.ઓ.જી.ની કાર્યવાહી



પાટણ:
પાટણ જિલ્લામાં સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી એસ.ઓ.જી. (Special Operations Group) એ લાલ આંખ કરી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત
એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે રબારીવાસમાં આવેલ બળદેવભાઈ મગનભાઈ દેસાઈના મકાનમાં એક શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સંજયભાઈ હરીભાઈ પટેલ (રહે. પાટણ) ઝડપાઈ ગયો હતો. આ શખ્સ બીમાર લોકોને તપાસીને દવાઓ તથા ઈન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
મુદ્દામાલ અને ધરપકડ
પોલીસે સ્થળ પરથી તપાસ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • મુદ્દામાલ: ઈન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો.
  • કુલ કિંમત: ₹ ૮,૦૧૩.૧૭/-.
    પોલીસે આ મામલે બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ કેસની આગળની તપાસ ચાણસ્મા પોલીસ ચલાવી રહી છે.
    કામગીરી કરનાર ટીમ
    આ સફળ કામગીરી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી તથા એ.એસ.આઈ. બળદેવસિંહ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અને વિજયસિંહ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here