તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ ટ્રોલી શોધી ફરિયાદીને પરત કરતી કાકોશી પોલીસ..

પાટણ તા.૧૧
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરી થયેલ ટ્રેક્ટરની ટ્રોલી શોધી ફરીયાદીને પરત અપાવી હતી.
ના.પો.અધિ. કે.કે.પંડ્યા સિધ્ધપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.વી.ચૌધરી પો.સ.ઇ. કાકોશી પોલીસ સ્ટેશનનાઓ તથા કાકોશી પોલીસ સ્ટાફના માણસો ધ્વારા કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ચોરી લગત બનાવ બાબતે કાકોશી પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૧૭૦૧૪૨૫૦૨૨૬/૨૦૨૫ BNS કલમ-૩૦૩(૨) દાખલ થયેલ જે અંતર્ગત કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરી થયેલ ટ્રેક્ટરની ટ્રોલી નં-૧ કિં.રૂ.૪૫,૦૦૦ નું શોધી અરજદારનું આર્થિક નુકશાન અટકાવી મદદરૂપ બની ફરીયાદીને “તેરા તુજકો અર્પણ”કાર્યક્રમ અંતર્ગત પરત અપાવી કાકોશી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હોય ફરિયાદીએ કાકોશી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉપરોક્ત ગુના ઉકેલવામાં શ્રી પી.વી.ચૌધરી પો.સબ.ઇન્સ કાકોશી પોલીસ સ્ટેશન, એ.એસ.આઈ. અશોકભાઈ ઈશ્વરભાઈ, અ.હેડ.કોન્સ તળજાભાઇ ધુળાભાઇ, અ.પો.કોન્સ ઈન્દ્રજીતસિંહ લાખાજી, આ.પો.કોન્સ ભરતકુમાર વાલજીભાઇ, દેવભાઈ મોદી IT EXPERT એ મહત્વની કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here