પાટણ તા. ૨૩
ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા અવાર નવાર વિવિધ વકૅશોપ આયોજિત કરવામાં આવતાં હોય છે ત્યારે ગતરોજ ડીપાર્ટમેન્ટ ઓફ ઓબ્સેટ્રીક્સ અને ગાયનેકોલોજી દ્વારા ૩-ડી લેપ્રોસ્કોપિક વિષય ઉપર દ્વિદિવસીય નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય,રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ખ્યાતનામ અને અનુભવી ફેકલ્ટીઓએ લગભગ 25 જેટલા જટીલ ઓપરેશનોનું નિદર્શન અતિ આધુનિક 3-ડી લેપ્રોસ્કોપિક પધ્ધતિ દ્વારા કરી સેટેલાઇટથી પ્રસારિત કર્યું હતું.
આ સમગ્ર વર્કશોપનું આયોજન પ્રાધ્યાપક અને વિભાગના વડા ડૉ.ઉદયભાઈ પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા કરાયું હતું.
આ પ્રકારના વર્કશોપમાં આવેલ દર્દીઓને એનેસ્થેસિયા આપવો તે અત્યંત જવાબદારી અને કુશળતા માંગે તેમ હોય છે .તે કાર્ય રાત-દિવસ સતત કરીને કોઈ પણ કોમ્પ્લિકેશન વિના સુપેરે પાર પાડવામાં આવ્યું હતું. મેડીસીન વિભાગે પણ તત્પરતાથી સહકાર આપ્યો હતો.
તમામ વિભાગો,નર્સિંગ તથા ઓટી સ્ટાફના સંકલન અને હકારાત્મક અભિગમથી આ વર્કશોપ સફળ રહ્યો હતો.
સંસ્થાના ડીન ડૉ.હાર્દિકભાઈ શાહ,હોસ્પિટલનાએમ.એસ.ડૉ.પારુલબેન શર્મા અને આર એમ.ઓ. ડૉ.રમેશભાઈ એ સતત સંપર્ક માં રહીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.



