પાટણ:નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), પાટણ સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, શેઠ એમ. એન. સાયન્સ કોલેજ અને ટી. એસ. આર. કોમર્સ કોલેજના એન.સી.સી. યુનિટ (NCC UNIT) અને 7 BN. Guj. NCC, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮, ૧૯ અને ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન કોલેજ કેમ્પસ ખાતે ત્રિ-દિવસીય “યોગ શિબિર” (Three Days YOGA SHIBIR) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર યોગ શિબિરનું આયોજન રોજના વહેલી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ત્રણેય કોલેજના NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ મળીને ત્રણેય દિવસ દરમિયાન કુલ ૭૪ જેટલી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, શિબિરના અંતિમ દિવસે (૨૦ જૂન) કોલેજના NSS ના સ્વયંસેવકો ઉપરાંત આશરે ૩૦ જેટલા અધ્યાપકગણે પણ ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો.

આ ત્રિ-દિવસીય શિબિરમાં મુખ્ય યોગ ટ્રેનર તરીકે NCC ના ભૂતપૂર્વ વિદ્યાર્થી (Alumni) ઠાકોર રસિકજી અને તેમના સહયોગીઓએ સેવાઓ આપી હતી. તેઓએ કેડેટ્સ અને અધ્યાપકોને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું તથા સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
આ સફળ આયોજન માટે NGES કેમ્પસના સી.ડી.ઓ. (CDO) ડો. જે. યુ. ધ્રુવ (DR. J. U. DHRUV) એ પ્રેરણા પુરી પાડી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શેઠ એમ. એન. સાયન્સ કોલેજના એ.એન.ઓ. (ANO) મેજર ડો. એલ. એસ. ભુતડીયા, ટી.એસ.આર. કોમર્સ કોલેજના એ.એન.ઓ. (ANO) લેફ્ટેનન્ટ ડો. જી. વાય. રામી તેમજ શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના સી.ટી.ઓ. (CTO) ડો. પી. ડી. રાવ દ્વારા સમગ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
સમગ્ર શિબિરના અંતે સંસ્થાના હોદ્દેદારો અને આચાર્યશ્રીઓએ તમામ આયોજકો, યોગ ટ્રેનર્સ અને ઉત્સાહભેર ભાગ લેનાર તમામ NCC કેડેટ્સ તેમજ અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા.




