
પાટણ તા. 14
ગુજરાત સ્ટેટ સ્વિમિંગ સ્પર્ધામાં પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના 13 વર્ષીય વિહાંગ સાલવી એ પાંચ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ટ્રોફી મેળવી શાળા પરિવાર સહિત પાટણ સાલવી સમાજ અને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ જુનિયર અને સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપ્સ સ્પર્ધામાં પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના 13 વર્ષીય વિહાંગ સાલવી એ અંડર 14 ગ્રુપમાં ભાગ લઈ તેની તરણ ક્ષમતા અને પ્રતિભાના દશૅન કરાવી ગુજરાત સ્ટેટ લેવલની આ સ્પર્ધામાં તેને 200, 400, 800 અને 1500 મીટર ફી સાથે 200 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામાં વિજેતા બની પાંચ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી સ્વિમિંગ ક્ષેત્રે પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સહિત સાલવી પરિવાર અને પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
વિહાંગ સાલવી હાલ અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ કલબમાં કોચ કમલેશભાઈ નાણાવટી અને ધૃવભાઈ ના માગૅદશૅન હેઠળ સ્વિમિંગ નું કોચિંગ લઇ રહ્યો હોવાનું તેના પિતા આશિષભાઈ સાલવીએ જણાવ્યું હતું.




