પાટણ કોર્મસ કોલેજ ખાતે આયોજિત ટેરિફ વોર વિશેના સેમિનારમાં એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદીએ માગૅદશૅન પુરૂ પાડ્યું..

પાટણ તા. ૧૨
પાટણની ટીએસઆર કોર્મસ કોલેજ ખાતે શનિવારે એકદિવસીય ટેરિફ વોર પર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વકતા તરીકે પાટણના જાણીતા એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદી એ ખાસ ઉપસ્થિત રહી સતત દોઢ કલાક સુધી વિધાર્થીઓને ટેરિફવોર વિષે શુવિસ્તાર માગૅદશૅન પુરૂ પાડ્યું હતું. તેઓએ કોમૅશ વિષય પર અને ખાસ કરીને ટેરિફ વોર થી એક વિકસિત દેશ બીજા દેશો પર કેવી રીતે આધિપત્ય જમાવી શકે છે તેમજ મેક ઇન ઈન્ડિયા અને મેઈડીન ઈન્ડિયા પ્રોસેસ, ડોલરનું આધિપત્ય, બ્રિશ કંપની નું આની સામે ઉભા થવું જેવી અનેક બાબતો થી માહિતગાર કર્યા હતા.
ટીએસઆર કોમૅસ કોલેજ ખાતે આયોજિત આ એકદિવસીય સેમિનારમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ભાઈ- બહેનો સાથે સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here